For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં 88 વર્ષનો રેકોર્ડ બ્રેક 9 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરક

05:22 PM Jun 28, 2024 IST | admin
દિલ્હીમાં 88 વર્ષનો રેકોર્ડ બ્રેક 9 ઇંચ વરસાદ  અનેક વિસ્તારો પાણીમાં ગરક

કાળઝાળ ગરમી અને ગરમ પવનની મોસમ બાદ જ્યારે વરસાદે ઠંડા સ્વર સાથે દસ્તક આપી ત્યારે સૌના ચહેરા પર ચમક આવી ગઈ હતી. પરંતુ શુક્રવાર સવારથી વરસી રહેલા વાદળો દર વખતની જેમ રાજધાની દિલ્હીમાં વ્યવસ્થાઓ માટે મુશ્કેલીરૂૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના માર્ગો પર વહેતા પાણી અને થંભી ગયેલા વાહનોએ સરકારની વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી છે. લ્યુટેન્સ વિસ્તારના લોધી એસ્ટેટમાં આવેલા અનેક મંત્રીઓ- સાંસદોના નિવાસસ્થાનોમાં પાણી ઘુસી ગયા છે.

Advertisement

માહિતી એવી છે કે 88 વર્ષ બાદ જૂન મહિનામાં આટલો વરસાદ થયો છે. જ્યારે સવારે વરસાદ શરૂૂ થયો ત્યારે સમાચાર આવ્યા કે ઈંૠઈં એરપોર્ટ પર છતનો એક ભાગ પડી ગયો છે. જેના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. અન્ય ઘણી જગ્યાએથી પણ સામાન્ય લોકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે.

દિલ્હીમાં ઘણી જગ્યાએ લાંબો ટ્રાફિક જામ છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં સફદરજંગ બેઝ સ્ટેશન પર 228.1 મીમી વરસાદ નોંધાયો છે. સફદરજંગ સ્ટેશન પર સવારે 2.30 થી 5.30 સુધી 148.5 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, ઘણી રહેણાંક કોલોનીઓમાં પાવર ફેલ થઈ ગયો હતો અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ હતી. મેટ્રોની સ્પીડ પણ ઘણી ધીમી છે.

Advertisement

સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ ખરાબ હવામાનને ટાંકીને ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જારી કરી છે. સ્પાઈસજેટે ટ્વિટર પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, દિલ્હી (ઉઊક)માં ખરાબ હવામાનને કારણે તમામ પ્રસ્થાન/આગમન અને તેમની પરિણામી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.

નોઈડા અને ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને સવારે ઓફિસ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજીવ ચોક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો અટવાઈ પડ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement