For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ જે જોયા પછી 86 લોકોનાં મોત થયા

12:51 PM Apr 26, 2024 IST | Bhumika
દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ જે જોયા પછી 86 લોકોનાં મોત થયા

એવી હોરર ફિલ્મ જેને જોતાં ઘણા લોકોનું મોત થઇ ગયું હતું. આમાં હેલોવીન કિલ્સ, દિસ મિસ્ટ, ધ કેબિન ઓફ ધ વૂડ્સ વગેરે જેવી ખૌફનાક મુવી સામેલ છે. પરંતુ આ તમામથી ઉપર એક એવી ફિલ્મ જેને શપિત કહેવાય છે તે હોલિવૂડ ફિલ્મ Antrum : The DeaDliest Film Ever Made છે. આ ફિલ્મ જોયા પછી લગભગ 86 લોકોનું મોત થઇ ગયું હતું.

Advertisement

Antrum: The DeaDliest Film Ever Madeમાં એક ભાઇ અને બહેનની કહાની બતાવવામાં આવી છે. તેઓ તેના પાલતૂ કૂતરાંના મોતથી ખુબ પરેશાન હોય છે. જેને પગલે તેઓ તે કૂતરાની આત્માને બચાવવા માટે નરકમાં જવાનો રસ્તો ખોદવાનો નિર્ણય કરે છે. આ સિવાય મેકર્સે દાવો કર્યો છે કે આ ફિલ્મમાં એક રહસ્ય છે જેને અમુક દર્શક જ જોઇ શકે છે. આ સિક્રેટ જો દર્શક જોઇ ગયો તો તેનું મોત નક્કી છે.

ફિલ્મ નિર્માતાઓનું કહેવા પ્રમાણે Antrum: The DeaDliest Film Ever Made ખરેખર શાપિત છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ થિયેટરમાં આગ લાગી ગઇ હતી.પરંતુ ફિલ્મની રીલ બળી ન્હોતી. આ ઉપરાંત સ્ક્રીનિંગ સમયે 56 લોકોના મોત નીપજ્યાં હતા. વર્ષ 1993માં સૈન ફ્રાંસિસ્કો એન્ટ્રમની બીજી સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ વખતે બિલ્ડીંગમાં ધમાકો થયો હતો. જેમાં 30 લોકોના મોત થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement