For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના ખેડૂતો માથે 82753 કરોડનું દેવું

11:39 AM May 17, 2024 IST | Bhumika
ગુજરાતના ખેડૂતો માથે 82753 કરોડનું દેવું
Advertisement

દસ વર્ષમાં જગતાતના દેણામાં રૂા.48653 કરોડનો વધારો, ટોપ ફાઈવમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, યુ.પી., કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ

ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહી છે. આ માટે આંદોલનો પણ થતાં રહ્યાં છે. સામાન્ય રીતે, ખેડૂતો બિયારણ-રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો-કરોડો રૂૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો, બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે.

Advertisement

એટલે દર વર્ષે ખેડૂતોના દેવામાફીની માગણી ઉઠવા પામે છે. ભારત સરકારની માહિતી દેશના તમામ રાજ્યોના ખેડૂતોએ શિડ્યૂલ કોમર્શિયલ બેંકોમાંથી કુલ 19,07,444 કરોડની લોન લીધી છે અર્થાત દેશના ખેડૂતોને માથે રૂૂ. 19.07 લાખ કરોડનું બેંક દેવું છે. જેમાંથી ગુજરાતના લાખો ખેડૂતોએ પણ કુલ 82,753 કરોડની લોન લીધી છે. એનો અર્થ પણ એ થાય કે, ગુજરાતના ખેડૂતોને માથે પણ રૂૂ. 82,753 કરોડનું દેવું છે.

દેશમાં સૌથી વધુ રૂૂ. 2,88,990 કરોડની બેંક લોન તામિલનાડુના ખેડૂતોએ લીધી છે. જ્યારે દેશમાં બીજા ક્રમે રૂૂ. 2,08,418 કરોડની લોન આંધ્રપ્રદેશના ખેડૂતોએ, ત્રીજા નંબરે રૂૂ. 1,91,365 કરોડની લોન ઉત્તરપ્રદેશના ખેડૂતોએ મેળવી છે. ગુજરાતના સંદર્ભમાં છેલ્લા એક દસકાની વાત કરીએ તો ગત 2015ના વર્ષમાં ગુજરાતના ખેડૂતોને માથે કુલ 34,100 કરોડની બેંક લોન કે દેવું હતું. જે 10 વર્ષ બાદ 2023ના વર્ષમાં વધીને 82,753 કરોડ જેટલું થઈ ગયું છે. એટલે કે, આ એક દસકામાં 48,653 કરોડનો વધારો થયો છે. એવી જ રીતે, દેશના તમામ ખેડૂતોને માથે એક દાયકા અગાઉ વર્ષ 2014માં 8,41,800 કરોડની લોન હતી. જે 10 વર્ષ એટલે વર્ષ 2023 સુધીમાં 19,07,444 કરોડની થઈ ગઈ છે. જે આ છેલ્લા એક દાયકા દરમિયાન ખેડૂતોની બેંક લોન કે દેવામાં 10,65,644 કરોડની થઈ ગઈ છે.

છેલ્લા 3 વર્ષમાં દેશની ખેત-લોનની સ્થિતિ
વર્ષ - બાકી બેંક લોન
2021 - 15,18,112
2022 - 17,03,315
2023 - 19,07,444
(રૂ. કરોડમાં)

Advertisement
Tags :
Advertisement
Advertisement