For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં ટાઇલ્સ પર 800% ડ્યૂટી લગાવવાની માંગ થતા મોરબી સિરામિકને 1600 કરોડનો ફટકો પડશે

12:19 PM May 18, 2024 IST | Bhumika
અમેરિકામાં ટાઇલ્સ પર 800  ડ્યૂટી લગાવવાની માંગ થતા મોરબી સિરામિકને 1600 કરોડનો ફટકો પડશે
Advertisement

હાલ ડોમેસ્ટીક માર્કેટમાં ડિમાન્ડ ઘટી રહી છે ત્યારે પડ્યા પર પાટુ જેવો ઘાટ

ગુજરાતમાં સિરામિક-ઉદ્યોગ પર મુશ્કેલીના વાદળ, અમેરિકામાં ભારતની ટાઇલ્સ પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગશે. અમેરિતાના ઉત્પાદકોએ ભારતથી આયાત થતી ટાઈલ્સ પર 800% એન્ટિ ડમ્પિંગ ડયૂટીની માગ કરી છે. દર વર્ષે મોરબીથી 1,600 કરોડથી વધારેની સિરામિક ટાઇલ્સની અમેરિકામાં નિકાસ થાય છે. તેમજ ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે.

Advertisement

એક તરફ્ ડોમેસ્ટિક માર્કેટમાં માગ ઓછી થઇ રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વધુ એક ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. સિરામિક ટાઈલ્સ નિકાસના મુખ્ય બજારમાંના એક અમેરિકામાં ભારતીય ટાઈલ્સ ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવાની રજૂઆત થઇ છે. અમેરિકાના સિરામિક ટાઈલ્સ ઉત્પાદકોએ સ્થાનિક બજાર કરતા નીચા ભાવે આયાત થતી હોવાની ફરિયાદ કરીને ભારતીય સિરામિક ટાઈલ્સ ઉપર 800% સુધીની એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવા માટે રજૂઆત કરી છે. યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કમીશન અને યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ્ કોમર્સ આ મુદ્દાને ચકાસી રહ્યું છે. જો અમેરિકાની સરકાર ભારતથી આયાત થતી ટાઈલ્સ પર ઉંચી ડયૂટી નાખશે તો તેની સૌથી વધુ અસર ગુજરાતના મોરબી સિરામિક ક્લસ્ટરને થશે. સિરામિક ટાઈલ્સ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે 10% આસપાસ એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવામાં આવે તો વાંધો નહિ આવે પણ જો વધારે હશે તો અમેરિકામાં થતી આયાતમાં ઘટાડો થઇ શકે છે. ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે. આ રજૂઆત બાદ નવા ઓર્ડરની પૂછપરછ થોડી ધીમી પડી છે. જુના ઓર્ડર હાલ નિકાસ થઇ રહ્યા છે. બંને દેશના આયાત અને નિકાસકારો શું નિર્ણય આવે છે તેની રાહ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અંદાજે રૂૂ. 1,600 કરોડની ટાઈલ્સ અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી. કુલ નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી આશરે 10% જેવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement