For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાયમંડ મની લોન્ડરિંગમાં 8 બિઝનેસમેનની ધરપકડ

04:59 PM Dec 29, 2023 IST | Sejal barot
ડાયમંડ મની લોન્ડરિંગમાં 8 બિઝનેસમેનની ધરપકડ

હોન્ગકોન્ગ કસ્ટમ્સ અને ભારત કસ્ટમ્સે જોઇન્ટ ઑપરેશન હાથ ધરીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કરાયો છે. હોન્ગકોન્ગ કસ્ટમ્સના પદાધિકારીઓ દ્વારા કહેવાયું છે કે પાંચ કંપનીના ડિરેક્ટરો આ મની લોન્ડરિંગના કેસમાં પકડાયા છે, જેમાં બે રિંગલીડર છે. આ કેસમાં ચાર બિઝનેસમેન આરોપીની ધરપકડ 18 ડિસેમ્બરે કરાઈ છે અને એ પહેલાં ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા.
આ સિન્ડિકેટ દ્વારા 500 મિલ્યન હોન્ગકોન્ગ ડોલર એટલે કે (64 મિલ્યન યુએસ ડોલર)નું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણનો કેસ પહેલી વાર સામે આવ્યો છે. હોન્ગકોન્ગના કસ્ટમ્સ ઑફિસરે કહ્યું હતું કે ડાયમન્ડને લગતા ગયા મંગળવાર અને બુધવારે પાર પડાયેલા આ મની લોન્ડરિંગ ઑપરેશનને ઑપરેશન જેમ ક્રશર નામ આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે ચાર ફ્લેટ અને ચાર કમર્શિયલ ઑફિસ પર સર્ચ ઑપેરશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં એવું બહાર આવ્યું છે કે સિન્ડિકેટ દ્વારા સાચા હીરાને બદલે સિન્થેટિક હીરાને સાચા દર્શાવીને મોકલવામાં આવતા હતા. કસ્ટમ્સ દ્વારા આ બાબતે વધુ તપાસ અને કાયદાકીય લડત ચલાવવા લીગલ ઓપિનિયન લેવાઈ રહ્યો છે, જ્યારે ભારતીય કસ્ટમ્સ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement