For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુબઈમાં 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, એક દી’માં આખા વર્ષનો વરસાદ પડી જતાં પૂર જેવી સ્થિતિ

12:12 PM Apr 17, 2024 IST | Bhumika
દુબઈમાં 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો  એક દી’માં આખા વર્ષનો વરસાદ પડી જતાં પૂર જેવી સ્થિતિ
  • એરપોર્ટ-મેટ્રો સ્ટેશનો-રસ્તા પાણીમાં ડુબ્યા, એલર્ટ જાહેર કરાયું

દુબઈમાં આખા વર્ષમાં પડતો વરસાદ માત્ર એક દિવસમાં ખાબકી જતાં રણ વિસ્તાર જળમગ્ન બની ગયો હતો અને છેલ્લા 75 વર્ષનો રેકોર્ડ તુટયો હતો.સંયુક્ત અરબ અમીરાતમાં મંગળવારે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અબુધાબી, દુબઈ અને અલ આઈન જેવા શહેરોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈવે એરપોર્ટ સહિતના સ્થળોએ પાણી ભરાયા હતાં જેના કારણે વિમાનોની અવરજવર પર પણ અસર પડી હતી. દરમિયાન ઞઅઊના પાડોશી ઓમાનમાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના કારણે 18 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગુમ છે.

Advertisement

મળતી માહિતી અનુસાર સોમવાર અને મંગળવારની રાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ખોરવાઈ ગઈ હતી. દુબઈ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવાર સુધીમાં આખા વર્ષ જેટલો 120 મીમી (4.75 ઇંચ) થી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરોના રસ્તાઓ પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા.

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટાભાગની સરકારી કચેરીઓ પણ બંધ રહી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો પણ ફસાયેલા જોવા મળ્યા હતા. કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, દુબઈ પોલીસે લોકોને સાવચેત કરવા માટે જાહેર સુરક્ષા સલાહ જારી કરી હતી.

Advertisement

હવામાન વિભાગની એડવાઈઝરી મુજબ બુધવારે સવાર સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ રહી શકે છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વરસાદને કારણે એરપોર્ટની સાથે સાથે ઘણા મોલ, મેટ્રો સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement