For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા દ્વારા 72 ટન કચરાનો કરાયો નિકાલ

04:14 PM Jun 11, 2024 IST | admin
મનપા દ્વારા 72 ટન કચરાનો કરાયો નિકાલ
Advertisement

ખુલ્લા પ્લોટ, મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ, સ્લમ વિસ્તાર, નદી, તળાવ, ફિલ્ટરેશન પ્લાન્ટની સફાઇ કરાઇ

ભારત સરકાર દ્વારા વર્ષ-2014 માં શરૂૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન 1.0, સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ-2026 સુધીમાં તમામ શહેરોને કચરા-મુકત શહેરો (ૠઋઈ) બનાવવાના ઉદેશય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0 લોન્ચ કરવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ છે. નિર્મળ ગુજરાત 2.0 ના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01/06/2024 થી તા.15/06/2024 દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.08/06/2024 ના રોજ રાજકોટ શહેરમાં આવેલ ખુલ્લા પ્લોટ, મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ, સ્લમ વિસ્તારની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ 359 સફાઈ કામદાર મારફત સફાઈ ઝુંબેશ કરેલ જેમા કુલ 64 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ અને તા.09/06/2024 ના રોજ રાજકોટ શહેર વિસ્તામાં આવેલ નદી, તળાવ, ફિલ્ટરેશન પ્લાન્ટ અને ઓવર હેડ વોટર ટેન્કની સફાઈ હાથ ધરેલ જેમાં કુલ 189 સફાઈ કામદાર મારફત સફાઈ કરેલ જેમા કુલ 08 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પે ાજકકટર/ સેનેટરી સબ ઇન્પેઝિન કટર દ્રારા કરવામાં આવ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement