For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલાના ગધકડા ગામના 7000 લોકો પીવાના પાાણીથી વંચિતમહિલાઓએ રોડ પર આવી છાજીયા લઇ વિરોધ પ્રદર્શન કર્યુ

12:39 PM May 22, 2024 IST | admin
સાવરકુંડલાના ગધકડા ગામના 7000 લોકો પીવાના પાાણીથી વંચિતમહિલાઓએ રોડ પર આવી છાજીયા લઇ વિરોધ પ્રદર્શન કર્યુ

સાવરકુંડલા તાલુકાના ઐતિહાસિક ગામ ગાધકડામાં છેલ્લા એક માસથી 7000 લોકો પાણીની સમસ્યાથી પીડાય છે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા નું આ ગામ છે ત્યારે ગામમાં પાંચ સાત દિવસે નર્મદાનું પાણી આવે છે ગાધકડા ગામમાં કુવામાં પાણીના તળ નીચાં ગયા છે તો કેટલાક કુવામાં પાણી જ નથી ડંકીઓ જે ગામમાં છે ગાધકડા ગામના મહિલાઓ આગેવાનો ની એક જ માંગ છે કે અમને નિયમિત પીવાનું પાણી મળે ત્યારે નિયમિત પીવાનું પાણી મળે એ માટે નગરજનોએ તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા ગ્રામ પંચાયતના વહીવટદાર અને ધારાસભ્ય સુધી પીવાના પાણીની સમસ્યા ની રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી નગરજનોનો આક્ષેપ છે કે અમારા જ ગામના તાલુકા પંચાયતના પ્રમુખ છે તે અમારો પાણીનો પ્રશ્ન ઉકેલતા નથી તાલુકા પંચાયતના પ્રમુખ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે અઢી વર્ષ પહેલા ડાર અને સંપ મંજૂર થઈ ગયા છે પરંતુ આચાર સંહિતાના કારણે કામ શરૂૂ થયા નથી આવો સરસ સરકારી જવાબ આપી અને નગરજનોની 44 ડિગ્રી તાપમાનમાં પાણીની તરફ છીપાવવા માટે અસક્ષમ દેખાય છે ગાધકડા ગામની 7000 ની જનસંખ્યામાં 500 જેટલા માણસો રોડ ઉપર આવી ગયા હતા મહિલાઓએ છાજીયા લીધા પાણી આપો પાણી આપો નારા પોકાર્યા અને મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી અને હવે મીડિયાના માધ્યમથી સરકારને અને સત્તાધીશોને પાણી માટે આજીજી કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement