For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં જૂનમાં 70% વરસાદની ઘટ

12:29 PM Jun 20, 2024 IST | Bhumika
ગુજરાતમાં જૂનમાં 70  વરસાદની ઘટ
Advertisement

વહેલા ચોમાસાની આગાહી વચ્ચે આકરી ગરમીથી લોકો ત્રાહિમામ્

ગુજરાતમાં વહેલા ચોમાસાની આગાહી વચ્ચે નવસારી પાસે ચોમાસુ છેલ્લા દસ દિવસથી અટકીજતા રાજયમાં જૂનમાસમાં 70% જેવી વરસાદની ખાધ પડી ગઇ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે અમુક વિસ્તારોમાં તો પાણીની જોરદાર તંગી પણ જોવા મળી રહી છે. ત્યારે વહેલાસર મેધરાજા મહેર કરે તેવી વિનવણી લોકો કરી રહ્યા છે.

Advertisement

ગુજરાતના પાંચેય ઝોનમાં જૂન માસના વરસાદની સ્થિતી જોઇએતો સરેરાશ 70% જેવો ઘટાડો છે. ઉતર ગુજરાતમાં 74%, કચ્છમાં 74%, મધ્યગુજરાત માં 71%, ઇક્ષિણ ગુજરાતમાં 70% અને સૌરાષ્ટ્રમાં 60% વરસાદની ઘટ જોવા મળી છે.

ગુજરાતમાં ચોમાસું વહેલુ આવ્યું અને જુનના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ આવ્યો તો લોકો હરખાઈ ગયા હતા. પરંતું આ ખુશી થોડા સમયની જ હતી. કારણ કે, ગુજરાતમાંથી ગાયબ થયેલો વરસાદ હવે ક્યાંય દેખાતો નથી. 20 જુન થઈ ગઈ છતાં ગુજરાતમાં મન મુકીને વરસાદ પડતો નથી હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું છે. અને ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. ત્યારે છેલ્લાં 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં 70 ટકા વરસાદની ઘટ પડી છે. જે ઘટથી ગુજરાતની જનતાને મોટો ફટકો પડશે.

આમ, તો વિધિવત રીતે 16 જુને ગુજરાતમાં ચોમાસું બેસી જતુ હોય છે, પરંતુ હજી સુધી ગુજરાતમાં વરસાદના કોઈ ઠેકાણા નથી. ગુજરાતમાં વરસાદ જે રીતે ગાયબ થયો છે, તે જોતા લોકો હવે ચિંતામા મૂકાયા છે. આગાહી તો રોજ કરાય છે, પરંતુ ક્યાંય ધોધમાર વરસાદ આવતો નથી. માત્ર છુટોછવાયો વરસાદ પડે છે. તેમાં પણ મઘ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તો સાવ કોરુંધાકોર છે. માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે. 10 જુનથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું છે, ત્યાંથી આગળ વધી જ નથી રહ્યું.

રાજ્યમાં સરેરાશ અત્યાર સુધી 71 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. ગુજરાતના 33 જિલ્લામાં માત્ર દ્વારકા જિલ્લો એવો છે, જ્યાં 39 મીમીના વરાસદના અંદાજ સામે 85.8 મીમી વરસાદ થયો છે. એટલે કે, અનુમાન કરતા 120 ટકા વધારે છે. પરંતું બાકીના 32 જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સાઉથ-વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યુ નથી. ત્યારે આશા છે કે, આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે. 25 જુન સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને ભીંજવશે. તેમજ 30 જુન પહેલા ચોમાસું રાજ્યને આવરી લેશે.

કયા ઝોનમાં કેટલી ઘટ
ઉત્તર ગુજરાતમાં - 74 ટકા
કચ્છમાં -74 ટકા
મધ્ય ગુજરાતમાં -71 ટકા
દક્ષિણ ગુજરાતમાં- 70 ટકા
સૌરાષ્ટ્રમાં -60 ટકા

Advertisement
Tags :
Advertisement
Advertisement