For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની મચ્છુ નદીમાં 7 તરુણો ડૂબ્યા, ત્રણ લાપતા

05:26 PM May 15, 2024 IST | Bhumika
મોરબીની મચ્છુ નદીમાં 7 તરુણો ડૂબ્યા  ત્રણ લાપતા
Advertisement

અન્ય ચારનો બચાવ, સાદુળકા ગામ નજીક નદીના પટમાં બનેલી ઘટના, લાપતા તરુણોની તરવૈયા અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

મોરબી તાલુકાના મચ્છુ નદીમાં પણ નર્મદા જિલ્લામાં બનેલી ગોઝારી ઘટના બની છે જેમાં અસહ્ય ગરમીના કારણે નદીમાં નહાવા પડેલા એક યુવક અને છ સગીરો ડુબતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ચાર કિશોરોને બચાવી લીધા હતા. જયારે એક યુવક અને બે કિશોર નદીમાં લાપતા બનતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ ઘટનાની જાણ થતાં નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને લાપતા બનેલા બાળકોના વાલીઓએ ભારે રોકકળ કરી મુકી હતી.

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ -3 નદીના પટમાં ન્હાવા પડેલ એક યુવક અને બે સગીરો ડુબ્યા હતા. આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે સ્વીમીંગ પુલમાં નાહવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને નવા સાદુળકા ગામે મચ્છુ -3 નદીમાં પગ લપસી જતાં એક સગીર ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (ઉ.16) તથા ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (ઉ.17) તથા એક પરમાર ચિરાગ તેજાભાઈ (ઉ.20) નામના યુવક ડુબી ગયા હતા જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગ અને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી જઈ એક સગીર સહિત ત્રણ યુવકને શોધી કાઢવા શોધખોળ હાથ ધરી છે.

જયારે ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ભાંખોડીયા આર્યન ભરતભાઇ (ઉ.16), ભાંખોડીયા જય ગૌતમભાઇ (ઉ.16), ભાંખોડીયા પ્રિતમ અશ્વીનભાઇ (ઉ.17) અને બાઇચીયા જૈમિન ખીમજીભાઇ (ઉ.16)ને બચાવી લીધા હતા.

મળતી માહિતી મુજબ આ સાતેય તરૂણો આજે સવારે સાદુળકા ગામે સ્વીમીંગ પુલમાં નહાવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જયારે રસ્તામાં હાલ મચ્છુ ડેમમાંથી પાણી છોડાતુ હોવાથી મચ્છુ-3 નદીના પટમાં પાણી ભર્યુ હોય, સાતેય તરૂણો નહાવા માટે લલચાયા હતા અને આ ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement