For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંથલીના રવની ગામે ડબલ મર્ડરમાં 7 શખ્સોની ધરપકડ

12:30 PM May 17, 2024 IST | Bhumika
વંથલીના રવની ગામે ડબલ મર્ડરમાં 7 શખ્સોની ધરપકડ
Advertisement

વંથલી તાલુકાના રવની ગામે સીમ વિસ્તારમાં રાત્રિના સમયે ડબલ મર્ડર ની ઘટના બની હતી. પિતા પુત્રને ગોળીઓ ધરબી રવની ગામના જ સાત ઈસમોએ આ હત્યાને અંજામ આપ્યો હતો.ત્યારે પાંચ દિવસ બાદ પિતા પુત્રની હત્યા કરનાર 7 આરોપીઓને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. રવની ગામે થયેલ પિતા પુત્રની હત્યાના બાદ મૃતક રફિકભાઈ ના કાકા હુસેન સાંધે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં પહેલેથી જ આ હત્યાને અંજામ આપવા માટે ઝાપોદડ ના ખુરી ઉર્ફે રહીમ અને રવની ગામના હુસેન અલ્લારખાં સાંધ સહિત સાત શખ્સોએ આ ગુનાનું કાવતરું રચ્યું હતું. મૃતકના કાકા હુસેનભાઇ ની ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસે હત્યારાઓને પકડવા અલગ અલગ ટીમ બનાવી હતી. બાતમીદારોના આધારે આરોપીઓ અન્ય રાજ્યોમાં ભાગી ગયા હોવાની બાતમી મળી હતી જેને લઇ જુનાગઢ એલસીબી દ્વારા ડબલ મર્ડર ના મુખ્ય બે આરોપી ખુરી ઉર્ફે રહીમ અને હુસેન અલ્લારખા સાંઘને રાજસ્થાન જયપુરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય આરોપીઓ ક્યાં છુપાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ડબલ મર્ડરમાં સંડોવાયેલ અન્ય પાંચ આરોપીઓની પણ જુનાગઢ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેના આધારે અન્ય આરોપીઓ પણ ઝડયાઇ ગયા હતાપિતા પુત્રની હત્યા કરનાર આરોપી રહીમ ઉર્ફે ખુરી ઇસાભાઈ સાંધ,જુમાં હબીબ સાંધ,હનીફ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફે ઈબ્રાહીમભાઇ સાંધ, ઈસ્માઈલ ઇબ્રાહીમભાઇ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ, હુસેન અલારખા સાંધે પહેલેથી જ આ હત્યાને અંજામ આપવા કાવતરું ઘડ્યું હતું.

Advertisement

જુનાગઢ એલસીબી દ્વારા હત્યામાં વપરાયેલ દેશી બનાવટની જામગરી બંદુક, દેશી હાથ બનાવટ નો તમંચો , દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જુનાગઢ પોલીસ દ્વારા પકડાયેલ તમામ આરોપીઓની હાલ પૂછપરછ શરૂૂ કરી છે. તો બીજી તરફ એક વર્ષ પહેલા સલીમ સાંધની હત્યા કરનાર મુખ્ય આરોપી લતીફ સાંધ પેરોલ પર છૂટ્યા બાદ હાલ ફરાર છે. ત્યારે જુનાગઢ પોલીસે રવની ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.અને લતીફને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement