For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકામાં કાર રેસિંગ ઇવેન્ટમાં અકસ્માતમાં 7નાં મોત, 23 ઘાયલ

11:24 AM Apr 22, 2024 IST | Bhumika
શ્રીલંકામાં કાર રેસિંગ ઇવેન્ટમાં અકસ્માતમાં 7નાં મોત  23 ઘાયલ
  • નર્વા વર્ષની ઉજવણી નિમિત્તે ઇવેન્ટ યોજાઇ હતી

શ્રીલંકા: ઉવા પ્રાંતમાં રવિવારે (21 એપ્રિલ)ના રોજ એક મોટી દુ:ખદ દુર્ઘટનાને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉવા પ્રાંતમાં રેસિંગ ઇવેન્ટ ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન એક કાર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને સંપૂર્ણપણે અસંતુલિત થઈ ગઈ હતી. આ પછી કારે એક બાળક સહિત ઘણા લોકોને કચડી નાખ્યા હતા.આ અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે 7 લોકોના મોત થયા છે તેમાં એક 8 વર્ષનો બાળક અને 4 ટ્રેક આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે.

Advertisement

આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ લોકો હાજર રહ્યા હતા2019 પહેલા આ ઈવેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હતું. આ કાર ઈવેન્ટનું આયોજન શ્રીલંકન સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ 28મી વખત છે જ્યારે સેનાએ આ કાર રેસિંગ ઈવેન્ટ શરૂૂ કરી છે. આ ઘટનામાં 7 લોકોના મોત થશે તેવો અંદાજ પણ કોઈને નહોતો. રવિવારે દુર્ઘટના સમયે લગભગ 1 લાખ દર્શકો ઇવેન્ટમાં હાજર હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

2019માં આ ઘટનામાં 270 લોકો માર્યા ગયા હતા
આ રેસિંગ ઈવેન્ટનું આયોજન શ્રીલંકાની સેના દ્વારા નવા વર્ષ નિમિત્તે ઉજવણી તરીકે કરવામાં આવ્યું હતું. 2019 માં ઇસ્ટર સન્ડે પર હુમલા પછી કાર રેસિંગ બંધ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement