For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે 4 દિવસ બાદ જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું થયું વોટીંગ?

05:57 PM May 11, 2024 IST | Bhumika
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65 68  મતદાન  ચૂંટણી પંચે 4 દિવસ બાદ જાહેર કર્યા આંકડા  જાણો ગુજરાતમાં કેટલું થયું વોટીંગ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. ત્યારે મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન 65.68 ટકા છે. ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ 1 ટકા વધુ છે.

Advertisement

ત્રીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલું મતદાન?

ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 76.06 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું. 2019ના મતદાનની ટકાવારીની સરખામણીમાં, 2024ના ત્રીજા તબક્કાની કુલ મતદાન ટકાવારીમાં લગભગ બે ટકા ઓછું મતદાન નોંધાયું છે.

Advertisement

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું હતું. આ દિવસે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં પુરુષોનું મતદાન 66.89 ટકા, મહિલાઓનું મતદાન 64.41 ટકા અને ત્રીજા લિંગનું મતદાન 25.2 ટકા હતું.

કોંગ્રેસ પાર્ટીએ અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચનું આ વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, ડેટા મોડો જાહેર કરવા પાછળનું કારણ શું છે? તેમણે કહ્યું કે અગાઉની ચૂંટણીઓમાં પંચ 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરી દેતું હતું પરંતુ હવે વિલંબ કેમ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચે ખડગેના સવાલ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું છે કે ખડગે દ્વારા જે પ્રકારના નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્વસ્થ લોકતંત્ર માટે સારા નથી. આનાથી નિષ્પક્ષ મતદાન અંગે મૂંઝવણ ફેલાઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement