For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારે પવન સાથે વરસાદથી સૌરાષ્ટ્રમાં 632 ફીડર બંધ, 8 ગામ વીજળી વિહોણા

03:57 PM May 14, 2024 IST | Bhumika
ભારે પવન સાથે વરસાદથી સૌરાષ્ટ્રમાં 632 ફીડર બંધ  8 ગામ વીજળી વિહોણા
Advertisement

ગઇકાલે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સ્વરૂપે પડેલા કમોસમી વરસાદે આફત વરસાવી હતી. પશ્ર્વિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 632 ફીડર બંધ હાલતમાં છે. 8 ગામોમાં હજુ સુધી વિજ પુરવઠો પૂવર્વત થયો નથી. ખેડૂતોને હાલ ઉનાળું પીયત ચાલુ કરવાનું હોઇ મુશ્કેલીમાં મુકાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી, ભાવનગર અને પોરબંદર સર્કલ ઓફીસોમાં ફીડર બંધ થવાની ફરિયાદો નોંધાઇ હતી. અમરેલી સર્કલમાં 145, ભાવનગરમાં 135, પોરબંદરમાં 107, અંજારમાં 74, રાજકોટ ગ્રામ્યમાં 37, જુનાગઢમાં 54, બોટાદમાં 33 અને સુરેન્દ્રનગરમાં 36 ફીડર બંધ હાલતમાં હતા. ભારે પવનને કારણે થાંભલાઓ પડી જવાની ઘણાઓ પણ નોંધાઇ હતી. સૌથી વધુ બોટાદમાં 53 થાંભલાઓમાં નુકશાન થયું છે. આ ઉપરાંત મોરબીમાં 20, અમરેલીમાં 11, ભાવનગરમાં 11, અંજારમાં 3 થાંભલાઓ પડી જવાના બનાવ નોંધાયા છે.
ગઈકાલે સૌરાષ્ટ્રમાં કરા અને તોફાની વરસાદ સાથે આવેલ મીની વાવાઝોડાને કારણે પીજીવીસીએલ હેઠળના કુલ 1205 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ. જેમાંથી 1197 ગામોમાં પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવામાં આવેલ. હાલ 8 ગામોમાં વીજ પુરવઠો બાકી હોય તેને શરુ કરવાની કામગીરી ચાલી રહી છે. જે આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો કાયમ થઇ જનાર છે. જયારે કુલ 632 બંધ ફીડરમાંથી જ્યોતિગ્રામ યોજનાના 5 ફીડર અને ખેતીવાડીના 627 ફીડર બંધ છે જેને રીસ્ટોર કરવા માટે કામગીરી ચાલી રહી છે.

Advertisement

રાજકોટ શહેરમાં અતિ ભારે પવન અને વરસાદનાં કારણે એચ. ટી. 1 સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી. 2 સબ ડિવિઝન હેઠળ જછઙ અને ગુરુકુળ ફીડર જયારે એચ.ટી. 3 સબ ડિવિઝન હેઠળ વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રીપ થયેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement