For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાંથી 6 શખ્સ પાસા તળે જેલ હવાલે

12:13 PM Apr 26, 2024 IST | Bhumika
ભાવનગરમાંથી 6 શખ્સ પાસા તળે જેલ હવાલે
  • દારૂના બુટલેગરો એન અસામાજિક તત્ત્વો સામે પોલીસની કાર્યવાહી

ભાવનગરમાં વિદેશી દારૂૂના ધંધાથી અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 6 શખ્સોને પાસા હેઠળ ઝડપી જેલમાં ધકેલી દેવાયા છે.ભાવનગર શહેર અને જિલ્લામાંથી ઈંગ્લીશ દારૂૂ, અસામાજીક પ્રવૃતિઓ સાથે જોડાયેલા ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા રહે. કુંડળ,વાઘનગર, મહુવાને મધ્યસ્થ જેલ,વડોદરા, યોગેશભાઇ બાલક્રુષ્ણભાઇ મહેતા રહે.પ્લોટ નં.26, કૃષ્ણનગર, શિહોરને મધ્યસ્થ જેલ,રાજકોટ, નાગજીભાઇ માધાભાઇ સાંખટ રહે. નેસડા વિસ્તાર, વીકટર તા.રાજુલાને મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ,કાર્તિક ઉર્ફે કાતરો રતિલાલભાઇ લકુમ રહે.ચમારડી તા.વલ્લભીપુરને મધ્યસ્થ જેલ, લાજપોર સુરત,ઋત્વિક ઉર્ફે બાબા દિલીપભાઇ વેગડ રહે. કુંભારનો ડેલો ઘંટીવાળી ગલીમાં કરચલીયા પરા, ભાવનગરને મધ્યસ્થ જેલ લાજપોર સુરત અને તોહીદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઇ મંસુરી રહે.કાગદીવાડ મસ્જીદ પાસે, રૂૂવાપરી રોડ, સાંઢીયાવાડ ભાવનગરને મધ્યસ્થ જેલ, વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.આમકુલ 6 શખ્સોને પાસા હેઠળ ધકેલી દેવાયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement