For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની રાણીબા સહિતના 6 આરોપી ત્રણ દિવસ રિમાન્ડ પર

12:21 PM Nov 29, 2023 IST | Sejal barot
મોરબીની રાણીબા સહિતના 6 આરોપી ત્રણ દિવસ રિમાન્ડ પર

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તો પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી છ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા તા. 1 સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે ફરિયાદને પગલે પાંચ આરોપીએ કોર્ટમાં કરેલી આગોતરા જમીન અરજી રદ થઇ હતી દરમિયાન પોલીસે આરોપી ડી ડી રબારીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તો અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી
જેમાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી તો વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલાની ધરપકડ કરી વિભૂતિ પટેલ સહિતના છ આરોપીઓને કોર્ટમાં દસ દિવસ ની રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement