For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેલેસ્ટાઇનની બેંકમાંથી હમાસ જૂથ દ્વારા 580 કરોડની લૂંટ

11:20 AM May 06, 2024 IST | Bhumika
પેલેસ્ટાઇનની બેંકમાંથી હમાસ જૂથ દ્વારા 580 કરોડની લૂંટ

ગાઝામાં ભૂખમરા વચ્ચે જુદીજુદી બ્રાંચમાં લૂંટ

Advertisement

ઇઝરાયેલ સાથે યુદ્ધ વચ્ચે હમાસના આતંકીઓએ બેંકો લૂટવાનું શરૂૂ કરી દીધુ છે. આ દાવો ફ્રાંસના એક અખબાર દ્વારા કરાયો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગયા મહિને બેન્ક ઓફ પેલેસ્ટાઇનમાંથી 70 મિલિયન ડોલર એટલે કે આશરે 580 કરોડ રૂૂપિયા લૂંટીને હથિયારધારી ગેંગ ફરાર થઇ ગઇ હતી, જેમાં હમાસના આતંકીઓ પણ સામેલ હતા.

ઇઝરાયેલના હુમલાને પગલે ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે, લોકો પાસે પુરતુ ભોજન પણ નથી. આ સ્થિતિ વચ્ચે હમાસ દ્વારા પેલેસ્ટાઇનની બેન્કને લૂંટવામાં આવી હતી. ફ્રાંસના અખબાર લે મોંડેએ પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે બેંક ઓફ પેલેસ્ટાઇનની જુદી જુદી બ્રાંચમાં આ લૂટ ચલાવવામાં આવી હતી. બેંકના દસ્તાવેજોના આધારે આ દાવો અખબારે કર્યો હતો. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બેંકની તિજોરી સુધી પહોંચવા માટે છતમાં છેદ કરવામાં આવ્યો હતો. જે બેન્કમાં આ લૂંટ ચલાવવામાં આવી તેની સ્થાપના 1960માં કરવામાં આવી હતી અને ગાઝામાં પણ તેની અનેક બ્રાન્ચ આવેલી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement