For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્ય આફ્રિકામાં બોટ પલટી જતાં અંતિમ વિધિમાં જઈ રહેલા 58 લોકોનાં મૃત્યુ

11:22 AM Apr 22, 2024 IST | Bhumika
મધ્ય આફ્રિકામાં બોટ પલટી જતાં અંતિમ વિધિમાં જઈ રહેલા 58 લોકોનાં મૃત્યુ

સેન્ટ્રલ આફ્રિકાના બગુંઈમાં બોટ દુર્ઘટનામાં 58થી વધુ લોકોના ડૂબતાં મોત થયાં હતા. 300 લોકોથી ભરેલી એક મોટી બોટ નદી વચ્ચે પલટી જતાં બેસનારા પાણીમાં ડૂબવા લાગ્યાં હતા, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 58થી વધુ લોકો ડૂબી ગયાં હતા જેમની લાશ તંત્ર દ્વારા મેળવી લેવામાં આવી હતી.

Advertisement

રાજધાની બંગીથી લગભગ 45 કિલોમીટર દૂર એક નદીમાં 300થી વધુ લોકોને લઈ જઈ રહેલી એક ઓવરલોડેડ બોટ પલટી ગઈ હતી. લાકડાની બોટ શુક્રવારે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે લોકોને એપોકો નદી પાર લઈ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોડીમાં ભીડ વધારે હતી, જેના કારણે તે અચાનક પલટી ગઈ હતી. સ્થાનિક નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી હતી અને કટોકટી સેવાઓ આવે તે પહેલાં ઘણા લોકોને બચાવ્યા હતા અને નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. બચાવ અભિયાનમાં સામેલ એક માછીમાર એડ્રિયન મોસ્મોએ જણાવ્યું હતું કે સેના આવી ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 20 મૃતદેહો મળી આવ્યા છે. બાંગી યુનિવર્સિટી હોસ્પિટલ સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ સર્ચ ઓપરેશન શરૂૂ કર્યા બાદ મૃત્યુઆંક વધી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement