For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિફટ સિટીમાં 5550 ચો.મી. જમીનના વિકાસ માટે અધધધ 342 કરોડની બોલી

04:29 PM Jun 17, 2024 IST | Bhumika
ગિફટ સિટીમાં 5550 ચો મી  જમીનના વિકાસ માટે અધધધ 342 કરોડની બોલી
Advertisement

11 બિડરમાંથી ચાર ડેવલોપર્સે 6000 રૂા.પ્રતિ ફૂટ કરતા વધુ ભાવે બોલી લગાવી, ફેબ્રુઆરીમાં 3870નો ભાવ બોલાયો હતો

Advertisement

જ્યારથી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂૂબંધી હળવી કરવામાં આવી છે ત્યારથી ત્યાંના ભાવો ઊંચકાયા છે.ગિફ્ટ સિટીમાં ડેવલોપમેન્ટ રાઈટ્સના ભાવમાં પણ નવો રેકોર્ડ જોવા મળ્યો છે. GIFT સિટીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટેના ટેન્ડરમાં શુક્રવારે 5,550 ચોરસ મીટરના પ્લોટ પર 5.22 લાખ ચોરસ ફૂટના ડેવલોપમેન્ટ માટે 6,557 રૂૂપિયા પ્રતિ ચોરસ ફૂટની બિડ જોવા મળી હતી.

અમદાવાદ સ્થિત નિલા સ્પેસ લિમિટેડ ટોચના બિડર તરીકે ઉભરી આવી છે અને આ ડેવલોપમેન્ટ રાઈટ્સ માટે ગિફ્ટ સિટીને 342 કરોડ રૂૂપિયા ચૂકવશે. શિલ્પ ગ્રુપ બિડિંગમાં 6,402 રૂૂપિયા પ્રતિ ચોરસ ફૂટની બિડ સાથે બીજા ક્રમે રહ્યું હતું. 11 બિડર્સમાંથી ચાર ડેવલપર્સે પ્રતિ ચોરસ ફૂટ 6,000 રૂૂપિયા કરતાં વધુ ભાવ દર્શાવ્યા હતા.
નિલા સ્પેસ લિમિટેડના ડિરેક્ટર દીપ વડોદરિયાએ જણાવ્યું હતું કે, અમે 100 મીટરની બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ અને આ પ્રોજેક્ટમાં 750 કરોડ રૂૂપિયાનું રોકાણ કરીશું.

આ પહેલ સાથે અમે મેન્ટલ હેલ્થ અને કોર્પોરેટ બર્નઆઉટ પર કેન્દ્રિત ડિઝાઈન અને આઈડિયા સાથે વિશ્વભરમાં શહેરી વસવાટની જગ્યાઓ માટે અત્યંત જરૂૂરી છે તેવું કંઈક વિકસાવીશું. અમે શહેરી જીવનનું ભવિષ્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

ગયા વર્ષે ડિસેમ્બરમાં દારૂૂની નીતિ હળવી કરવામાં આવ્યા બાદ ગિફ્ટ સિટીના ડેવલોપમેન્ટ રાઈટ્સની કિંમતોમાં ભારે વધારો થયો છે. ફેબ્રુઆરીમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટના ટેન્ડરમાં 3,870ની બિડ જોવા મળી હતી અને માર્ચમાં હોટેલ-કમ-કોમર્શિયલ પ્રોજેક્ટના ડેવલોપમેન્ટ રાઈટ્સ 4,355 રૂૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે જોવા મળ્યા હતા.

ગિફ્ટ સિટી ડેવલપમેન્ટ રાઈટ્સની બેઝ પ્રાઇસ 1,600 પ્રતિ ચોરસ ફૂટ છે અને ડેવલોપમેન્ટ રાઈટ્સ બિડિંગ દ્વારા ફાળવવામાં આવે છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે ડેવલોપમેન્ટ રાઈટ્સ માટે સૌથી વધુ બોલી જૂનમાં 6,557 રૂૂપિયા પર પહોંચી હતી, જે ફેબ્રુઆરીમાં ટેન્ડરમાં 3,870 રૂૂપિયા હતી.

આ દર્શાવે છે કે ભારતના એકમાત્ર ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર (IFSC)માં ટેક્નોલોજી અને ફાઈનાન્શિયલ સેક્ટરમાં રસ વધવાને કારણે ડેવલપર્સ GIFT સિટી પર તેજી દેખાડી રહ્યા છે. ગિફ્ટ સિટી હાલમાં ફાઈનાન્સિયલ સર્વિસિસ, ટેક્નોલોજી, બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ સેક્ટર્સમાં 600થી વધુ કંપનીઓનું ઘર છે.
આમાં યુનિફાઈડ રેગ્યુલેટર, ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) અને ત્રણ એક્સચેન્જ ગિફ્ટ નિફ્ટી, ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો સમાવેશ થાય છે. 31 માર્ચ 2024 સુધીમાં IFSC બેન્કિંગ યુનિટ્સ (IBUs) ખાતે કુલ બેન્કિંગ એસેટ 60 બિલિયન ડોલર હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement