For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર બેઠક પર 52.17 ટકા મતદાન : 3.51 ટકાનો ઘટાડો

12:36 PM May 08, 2024 IST | Bhumika
જામનગર બેઠક પર 52 17 ટકા મતદાન   3 51 ટકાનો ઘટાડો
Advertisement

જિલ્લાના 1817864 પૈકી 95177 મતદાતાઓએ મતદાન કર્યું, શાંતિપૂર્વક વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ

વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા ધારાસભ્ય અને ઉમેદવારોએ મતદાન કરી રાષ્ટ્રીય ધર્મ નિભાવ્યો

Advertisement

જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં 16 માર્ચથી લોકસભા ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી સર્વત્ર ચૂંટણી ચૂંટણી ગાજતું હતું. આખરે ચૂંટણીઓના ત્રીજા તબક્કામાં કાલે સાતમી મે એ ગુજરાતની 25 બેઠકોનું મતદાન થયું. જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. કાલે આખો દિવસ સમગ્ર હાલારમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તથા સુરક્ષા કર્મચારીઓ અને રાજકીય પક્ષો તથા મતદારો સૌ દોડધામમાં વ્યસ્ત રહ્યા. જો કે અમાપ પ્રચાર છતાં જામનગર સહિત ગુજરાતમાં ભારે મતદાન થયું નથી. એવરેજ મતદાન થયું છે. અને, રાજ્યના ચૂંટણીપંચે માત્ર પાંચ વાગ્યા સુધીના જ આંકડાઓ જાહેર કર્યા અને ગાંધીનગરથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ એમ પણ જાહેર કર્યું કે, સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો આંકડો મોડી રાત્રે 12 વાગ્યે જાહેર થશે. આટલો વિલંબ શા માટે થશે તેના કારણો જાહેર કરવામાં આવ્યા નથી. તેથી લોકોનાં મનમાં કાલે સાંજે અને રાત્રે ઉચાટ તથા જાતજાતની શંકાઓ જોવા મળી.

જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતવિસ્તારમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 52.36 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ રાત્રે પોણા નવ આસપાસ તંત્રએ જાહેર કર્યું કે, સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ મતદાન 57.67 ટકા થયું છે. સાથે તંત્રએ જાહેર કર્યું કે, આ અંતિમ આંકડામાં સુધારાવધારાઓ આવી શકે છે.

ચૂંટણીપંચે જાહેર કરેલી વિગતો મુજબ, કાલે સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 1,24,413 મત પડ્યા, જે 53.78 ટકા મતદાન છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં 1,42,551 મત નોંધાયા, જે 55.32 ટકા છે. જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 1,48,076 મત નોંધાયા, જે 54.53 ટકા મતદાન છે. જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં 1,25,066 મત નોંધાયા, જે 54.44 ટકા છે. જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં 1,18,530 મત પડ્યા. જે 52.12 ટકા છે. ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 49.91 ટકા એટલે કે 1,52,251 મત નોંધાયા. જ્યારે દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 47.74 ટકા મતદાન એટલે કે 1,40,886 મત નોંધાયા.

2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં 58.90 ટકા મતદાન થયું હતું. 1,29,843 મત પડ્યા હતાં. જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં 65.13 ટકા મતદાન થયું હતું. 1 50,843 મત નોંધાયા હતાં. જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 63.63 ટકા મતદાન થયેલું. 1,46,147 મત નોંધાયા હતાં. જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં 63.11 ટકા મતદાન થયેલું. 1,35,317 મત પડેલા.
જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં 2019માં 59.76 ટકા મતદાન થયું હતું. 1,27,154 મત નોંધાયા હતાં. ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 59.19 ટકા મતદાન થયેલું. જેમાં 1,63,555 મત નોંધાયા હતાં. દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 1,51,923 મત નોંધાયા હતાં. જે 56.10 ટકા મતદાન હતું.

2019માં જામનગર લોકસભા બેઠકની કુલ 7 વિધાનસભા મતવિસ્તારમાં કુલ 10,,04,782 મત પડ્યા હતાં. 2024માં આ 7 વિધાનસભા મતવિસ્તારોમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 9,51,773 મત નોંધાયા હતાં. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ વખતની ચૂંટણીમાં કુલ મતદારની સંખ્યા 18,17,864 છે.

જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી ધાર્મિક સેવા સંસ્થાના ગાદીપતિઓ, ઉપરાંત સંતો- મહંત અને રાજકીય મહાનુભાવોએ પોતપોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાના પરિવારની સાથે મતદાન કરી લોકશાહી નું પર્વ ઉજવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement