For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેન્ડિંગમાં 50.47 કરોડના ખર્ચને મંજૂરી: અનેક કામો ઓનથી અપાયા

03:35 PM Dec 09, 2023 IST | Bhumika
સ્ટેન્ડિંગમાં 50 47 કરોડના ખર્ચને મંજૂરી  અનેક કામો ઓનથી અપાયા

કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 38 દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 38 દરખાસ્તના રૂૂપિયા 50.47 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી આજની દરખાસ્ત પૈકી ન્યારી એક ડેમ ખાતે મિયાવાકી થીમ બેચ વૃક્ષારોપણ તેમજ પ્રદ્યુમન પાર્ક પાસે તૈયાર થનાર સફારી પાર્કમાં ઘનિષ્ઠ વૃક્ષા રોપણ અને રૂૂપિયા 33 કરોડના ખર્ચે એસટીપી નો નવો પ્લાન્ટ તેમજ તેવર કામ તથા પેવિંગ બ્લોક અને નવી આંગણવાડી સહિતની દરખાસ્તના ખર્ચને મંજૂરી આપવામાં આવેલ પરંતુ આ વખતે પણ મોટાભાગના કામોમાં તૈયાર થયેલ એસ્ટીમેન્ટ ફેલ થયું હતું અને અનેક કામો એસ્ટીમેન્ટ કરતા વધુ રકમ એટલે કે ફોનથી આપવા કોર્પોરેશન મજબૂર બન્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા ન્યારી-1 ડેમ ખાતે મીયાકાવી પધ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે પ્રદ્યુમન પાર્ક પાછળ પણ સફારી પાર્કની ખુલ્લી જગ્યામાં ઘનીષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે. મીયાવાકી ફોરેસ્ટમાં 1.55 કરોડના ખર્ચે 50 હજાર ચો.મી. જગ્યામાં વૃક્ષોનું વાવેતર અને ચાર વર્ષ માટે જતન કરવાનું કામ આપવામાં આવસે. તેવી જ રીતે સફારી પાર્કની જગ્યામાં 9 હજાર વૃક્ષોનું રોપાણ કરવામાં આવશે.

Advertisement

મહાનગરપાલિકાના લીગલ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારના કેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુદત માટે બહારગામ અધિકારીઓને જવા તેમજ વકિલ રોકવાની ફી સહિતનો ખર્ચ વર્ષે 50 લાખ આપવામાં આવતો હતો પરંતુ આવર્ષે નવેમ્બર માસ સુધીમાં ખર્ચ 47 લાખે પહોંચી જતા હવે મોંઘવારીના કારણે ખર્ચમાં વધારો કરવો પડે તેવું લાગતા 25 લાખનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે દર વર્ષે લીગલ વિભાગને અલગ અલગ પ્રકારનાખર્ચ માટે 75 લાખ ફાળવવામાં આવશે.

શહેરનો વ્યાપ વધતા ફાયર સ્ટેશનોની સાથો સાથ ફાયરના સાધનોની વધુ જરૂરિયાત ઉભી થઈ રહી છે. તેવી રીતે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ કેમીકલ ઉદ્યોગો આવતા આગની દુર્ઘટના સમયે હવે નવી પધ્ધતિ પ્રમાણે આગ બુઝાવવાના સાધનોની ખરીદીની જરૂરિયાત ઉભી થતા મહાનગરપાલિકા વધુ એક ફાયર ફોમ ટેન્કર 89 લાખના ખર્ચે ખરીદશે. તેવી જ રીતે 14.75 લાખના ખર્ચે જમ્પીંગ કુસનની ખરીદી કરશે.

મોટામૌવા ખાતે 40 વર્ષ પહેલા બનેલ બ્રીજ જર્જરીત થયો હોવાનો યુનિટેસમાં બહાર આવ્યું છે. આથી હવે બ્રીજનું ચેકિંગ કરવામાં આવશે. અને નબળાઈ દૂર કરવા માટે બ્રીજનું રિનોવેશન કરવામાં આવશે જેના માટે ક્ધસલ્ટન્ટ કંપનીની નિમણુંક કરવામાં આવી છે. મોટામૌવા ખાતે હાલ એક બ્રીજનું નિર્માણકામ ચાલુ છે. જેમાં પણ મટિરીયલ નબળુ વાપરવાનું બહાર આવે આથી જૂના પથ્થરના બ્રીજનું રિનોવેશન કરી હાલમાં બનનાર બ્રીજ 36 મીટરનો પહોળો કરવામાં આવશે. મહાનગરપાલિકા સંચાલિત 23 આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠો થતો બાયોવેસ્ટના નિકાલ માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જે મુજબ દર ત્રણ દિવસે અંદાજે 20 કિલો બાયોવેસ્ટ એક આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠો થાય છે. આથી કંપની દ્વારા રૂા. 36ના કિલોના ભાવથી તમામ આરોગ્ય કેન્દ્ર ખાતેથી બાયોવેસ્ટ એકઠો કરી જેનો નિયમ મુજબ નિકાલ કરવામા આવશે. તેવી જ રીતે એક આરોગ્ય કેન્દ્ર ખાતેથી બાયોવેસ્ટ લેવાના પ્રતિમાસ રૂા. 310 વાહન ભાડુ પણ કંપની ઉઘરાવશે.

કાલાવડ રોડ ઉપર રૂપિયા 3.64 કરોડના ખર્ચે બનશે નવી એનિમલ હોસ્ટેલ
આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં વધુ એક એનિમલ હોસ્ટેલને મંજૂરી આપવામાં આવી છે કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે લક્ષ્મીના ધોળા પાછળ રૂૂપિયા 3.64 કરોડના ખર્ચે છ સેડ તૈયાર કરવામાં આવશે કુલ 896 ચોરસ મીટરમાં એનિમલ હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે જેમાં 800 થી વધુ પશુઓનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મનપાત દ્વારા પકડવામાં આવેલ પશુઓ ઉપરાંત પશુપાલકો પોતાના ઢોર આ એનિમલ હોસ્ટેલમાં રાખી શકશે.

વિગત રકમ
કાર્યક્રમ ખર્ચ 1,09,768
તબીબી આર્થિક સહાય 5,00,000
પેવિંગ બ્લોક 1,70,64,177
વાહન ખરીદી 89,11,840
ગાર્ડન 2,26,44,400
નવી આંગણવાડી 15,65,000
એનિમલ હોસ્ટેલ 4,12,23,00
ડ્રેનેજ 36,41,62,081
વોટર વર્કસ 4,70,91,747
મશીનરી/સાધન સામગ્રી 14,75,000
કુલ ખર્ચ 50,47,47,013

Advertisement
Tags :
Advertisement
Advertisement