For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના ઝવેરી ગ્રૂપના 500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા

11:41 AM Jun 15, 2024 IST | Bhumika
અમદાવાદના ઝવેરી ગ્રૂપના 500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
Advertisement

ઈન્કમટેકસ વિભાગના દરોડામાં જમીન અને મિલકતોમાં રોકાણના દસ્તાવેજો કબજે: લકઝુરિયસ ફ્લેટની સ્કીમમાં મોટા પ્રમાણમાં કાળાં નાણાંની હેરફેર થયાનું ખુલ્યું

અમદાવાદના માધવ ગ્રૂપના ખુરાના બંધુઓ પર ઇનકમ ટેક્સના દરોડા બાદ કે.બી ઝવેરી અને સુપર સિટીવાળા ઝવેરી બંધુઓ પર ઇનકમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી છે. કે.બી ઝવેરી જ્વેલર્સ અને ભાડજ ખાતેની સુપર સિટી સહિતની સ્કીમ ઉપરાંત ઝવેરી બંધુઓની શેલા રોડ પર પણ લક્ઝુરિયસ સ્કીમો ચાલી રહી છે. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં જ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે. ઝવેરી બંધુઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને બિલ્ડરોના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ 14 પ્રિમાઇસિસ પર દરોડાની કામગીરી શરૂૂ કરી છે.

Advertisement

મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા ઉપરાંત જમીનોના દસ્તાવેજ રજા ચિઠ્ઠી અને કાચી એન્ટ્રીઓની ડાયરીઓ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવશે. ઈન્કમટેક્ષને રોકડ રૂૂપિયા તથા બેંક એકાઉન્ટ વિગતો પણ મળી છે.ચૂંટણીના પરિણામો જાહરે થયા અને સરકારની રચના થઇ ગઇ કે તરત જ ઇનકમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ખૂબ જ ટૂંકા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી સ્કીમો મૂકીને આગળ નિકળી રહેલા ઝવેરી ગ્રૂપ પર ઇનકમ ટેક્સની વોચ હતી. લાંબા સમયથી આયકર વિભાગના અધિકારીઓ આ ગ્રૂપની આર્થિક ગતિવિધીઓ પર વોચ રાખીને બેઠા હતા. પૂરતું હોમવર્ક થઇ ગયા બાદ અધિકારીઓ શુક્રવારે સવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝવેરી ગ્રૂપની ઓફિસ, જ્વેલરી શોપ અને જુદી જુદી સાઇટ મળી 14 પ્રિમાઈસિસ પર ત્રાટક્યા હતા. જેમાં સોથી વધુ અધિકારી-કર્મચારીઓની ટીમે સર્ચ શરૂૂ કર્યું છે.

ગોદરેજ ગાર્ડન સિટી આજુબાજુ, શ્યામલ ચાર રસ્તા નજીકના ટાઇટેનિમય સ્ક્વેર પાસેની સ્કીમ અને શેલાની અનેક હાઇએન્ડ લક્ઝુરિયસ સ્કીમો ઝવેરી ગ્રૂપ દ્વારા બનાવવામાં આવી છે. આ તમામ સ્કીમમાં ઓન મની, બ્લેક મની મોટા પ્રમાણમાં લેવામાં આવ્યા હોવાની વિગતો પણ ઇનકમ ટેકસના અધિકારીઓના ધ્યાનમાં આવી હતી. જેને પગલે તેના હિસાબોની તપાસ કરવામાં આવી રહી છે. ઇનકમ ટેક્સના અધિકારીઓએ મોટા પ્રમાણમાં જમીનોના દસ્તાવોજે અને બાના ખત કે એમઓયુની કોપીઓ મળતાં તેનો અભ્યાસ શરૂૂ કર્યો છે. પોતાના મળતિયાઓ અને સ્વજનો તથા કર્મચારીઓના નામે તેમણે જમીનો ખરીદી હોવાની વિગતો પણ મળી છે. જેને પગલે અધિકારીઓ આ દિશામાં તપાસ કરી રહ્યા છે. સોના-ચાંદીમાં થયેલી કરોડો રૂૂપિયાની કમાણી તેમણે રિયલ એસ્ટેટરમાં લગાવી હોવાની વિગતો પણ અધિકારીઓ ધ્યાને આવી છે.

ઝવેરી ગ્રૂપના પ્રોજેક્ટમાં રાજકીય અગ્રણીઓનું મોટા પાયે રોકાણ

દરોડા દરમિયાન ડિજિટલ ડેટા અને બેંક એકાઉન્ટની વિગતો મળી છે. પ્રાથમિક તપાસમાં જ આ ગ્રૂપના 500 કરોડના બિન હિસાબી વ્યવહારોની વિગતો અધિકારીને મળી છે. કંચન ઝવેરી, સુરેશ ઝવેરી અને મનુ ઝવેરીના ધંધા જુદા જુદા હોવાની વિગતો પણ અધિકારીઓના ધ્યાને આવી છે. આ ઉપરાંત ઝવેરી ગ્રૂપ દ્વારા નવા ડેવલપ થઇ રહેલા ભાડજ વિસ્તારમાં લાંબા સમય પહેલા મોટા પ્રમાણમાં જમીનો ખરીદી લેવામાં આવી હતી. જ્યારે સુપર સિટીના નામે મોટી સંખ્યામાં ફ્લેટની સ્કીમો મૂકવામાં આવી હતી. જેમાં પણ ઓન મની લેવાયા હોવાની વિગતો ધ્યાનમાં આવી હતી. કંચન ઝવેરી અને તેમના ગ્રૂપ દ્વારા અમદાવાદ આજુ બાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જમીનોમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની વિગતો પણ ધ્યાનમાં આવતાં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ઝવેરી ગ્રૂપ દ્વાર રાજકીય આગેવાનો અને મોટા બિલ્ડરો સાથે ઘણી જમીનીમાં કરોડો રૂૂપિયાના રોકાણ કર્યા છે. જે અંગેની તપાસ ચાલી છે. લાબા સમય બાદ આયકર વિભાગે જ્વેલરી શોપ પર દરોડા પાડતાં અમદાવાદના ઘણા જ્વેલર્સ પણ દોડતા થઇ ગયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement