For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોફ્ટવેર કંપનીમાં રોકાણની લાલચ આપી કારખાનેદાર સાથે 50 લાખની છેતરપિંડી

05:10 PM May 15, 2024 IST | Bhumika
સોફ્ટવેર કંપનીમાં રોકાણની લાલચ આપી કારખાનેદાર સાથે 50 લાખની છેતરપિંડી
Advertisement

શહેરની ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતાં અને આજી જી.આઈ.ડી.સી. નજીકમાં આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગંજાનંદ એન્ટરપ્રાઇઝના નામે એલ્યુમીનીયમની ભઠ્ઠી ધરાવતા કારખાનેદાર સાથે સોફ્ટવેર કંપનીમાં રોકાણ કરી કરોડો રૂૂપિયા કમાવવાની લાલચ આપી રૂૂ.50 લાખની છેતરપીંડી કરવામાં આવતા સોફ્ટવેર કંપનીના સંચાલક સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

નાનામવા મેઈન રોડ ન્યુ ગાંધી સોસાયટી શેરી નં.10 માં રહેતાં દીલીપભાઈ રસીકભાઈ લુણાગરીયા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નાના મવા મેઈન રોડ ઉપર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા જય ઉર્ફે જયસુખ હરી સાકરીયાનું નામ આપ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ એલ્યુમીનીયમની ભઠ્ઠી ચલાવતા દિલીપભાઈને દશેક વર્ષ પહેલા તેના મોટા ભાઈ માર્કેટીંગનુ અગાઉ કામકાજ કરતા કેયુરભાઈ રસિકભાઈ લુણાગરીયા મારફતે પરિચયમાં આવ્યો હતો. જયભાઈ ઉર્ફે જયસુખ સાકરીયાને તેની પત્નિ નીરૂૂબેન જયસુખ સાકરીયાના નામે ક્યુફોન પ્રા.લી કંપની ચલાવતો હોય તેની ઓફીસ નિકોલ અમદાવાદમાં છે. આ કંપનીના નીરૂૂબેન સાકરીયા, ઉમંગ કોટડીયા , સ્મીતાબેન રમેશભાઈ ફીડોલીયા ભાગીદારો છે. ત્રણેક વર્ષ પહેલા જયસુખની નાનામવા ઓફીસે મુલાકાત થઇ ત્યારે તેણે કયુફોન પ્રા.લી. નામની સોફ્ટવેર કંપની જે ગેમીંગ એપ્લીકેશન બનાવે છે અને તે એપ્લીકેશન ગુગલમાં પ્રમોટ કરવામાં આવે છે.

Advertisement

અને તેની કંપનીમાં રોકાણ કરવાની વાત કરી રોકાણ ઉપર જે નફો થશે તે નફામાં 50 ટકા હિસ્સો આપવાની વાત કરી અને રૂૂપીયાની જરૂૂરીયાત ઉભી થાય ત્યારે બે માસ અગાઉ જાણ કરવાથી રોકાણના રૂૂપીયા પરત આપી દઇશ તેવી મૌખીક વાતચીત કરી હતી. જય પર વિશ્વાસ અને ભરોસો રાખી લેખીત કરાર વિના તેની કંપનીમાં 50 લાખનું રોકાણ કર્યું હતું.જેમાં દિલીપભાઈએ બજાજ ફાયાનાન્સ કંપનીમાંથી બિઝનેસ રૂૂ.11 લાખની લોન લઇ જયના ભાગીદાર ઉમંગ કોટડીયાના બેંક એકાઉન્ટમાં જમાં કરાવેલ હતાં. બાદમાં દોઢેક વર્ષ સુધી નફામાંથી કુલ રૂૂ.3.50 લાખ ભાગ આપેલો હતો. ત્યારબાદ જયસુખ સાકરીયાએ વધારે રોકાણ કરવા જણાવતા કુલ રૂૂ.50 લાખ બેંક ટ્રાન્સફર કરી આપેલ હતાં.

દિલીપભાઈને ફેબ્રુઆરી/2024 માં રૂૂપિયાની જરૂૂરિયાત ઉભી થતા રોકાણ કરેલ રૂૂપિયા પરત આપવાની વાત કરી હતી ત્યારે જયસુખે રૂૂપિયા પરત આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને છેલ્લે જયસુખને રૂૂબરૂૂ મળ્યા ત્યારે દિલીપભાઈને તમે હવે મારી પાસે રૂૂપીયા માંગતા નહીં હવે તારા પૈસા ભુલી જાજે અને મને ફોન કરતો નહી તો હવે મજા નહી આવે તેવી ધમકી આપી હતી. દિલીપભાઈએ અંતે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પી.આઈ હરીપરાના હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement