For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાડે લઈ બારોબાર વહેંચી મારેલી 47 કાર કબજે

04:26 PM Apr 25, 2024 IST | Bhumika
ભાડે લઈ બારોબાર વહેંચી મારેલી 47 કાર કબજે
  • હેડક્વાર્ટર વાહનોથી છલકાયું, બિલાલ દેણામાં ડૂબી જતાં મિત્ર સાથે મળી સેલ્ફ ડ્રાઈવના બહાને કાર કૌભાંડ આચર્યુ

કોઠારીયા ગામમાં રહેતા કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકકી ગોગન પટેલ અને જામનગરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રહેતા બિલાલશા હશનશા શાહમદારે રાજકોટમાંથી 50 થી વધુ કાર ભાડે લઈ બારોબાર વેચી કે ગિરવે મૂકી રોકડી કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યા બાદ આ બંને આરોપીઓ સામે વધુ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે કુલ 47 જેટલી મોંઘીડાટ ગાડીઓ સહિત રૂા. 3.51 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી હેડક્વાર્ટરમાં વાહનો રાખવામાં આવતા હેડક્વાર્ટર અલગ અલગ મોટરકારથી ભરચક થઈ ગયું હતું.

Advertisement

ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે,બિલાલ ઉપર 70 થી 80 લાખનું દેણું થઈ ગયું હતું.જેમાંથી બહાર નીકળવા માટે તેણે આ કૌભાંડ આચર્યું હતું. જેમાં તે પડદા પાછળ હતો.જયારે કારના માલિકો પાસેથી કાર ભાડે લેવા કાનજી ઉર્ફે અકકી ઉર્ફે આકાશ જતો હતો.આ બંનેને ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગોંડલિયા અને પીએસઆઈ હુણ સહિતના સ્ટાફે બન્નેને પકડી પૂછપરછ આદરી હતી.

ભક્તિનગર પોલીસ મથકમાં શૈલેષભાઈ ભીમાભાઈ સોલંકી (રહે. ઢેબર કોલોની ફાટક પાસે, નારાયણનગર શેરી નં.10ની બાજુમાં મફતિયાપરામાં)એ ફરિયાદ નોંધાવી છે.જેમાં બંને આરોપીઓએ તેની માલીકીની રૂૂા.5 લાખની કિંમતની કાર મિત્ર રજત ગોપાલભાઈ સાવલીયાની રૂૂા.6 લાખની કિંમતની વર્ના કાર અને ઈમરાન ઓસમાણ પીલુડીયાના સગાની રૂૂા.6 લાખની કિંમતની સ્વીફટ કાર ભાડે લીધા બાદ પરત આપી ન હતી.તાલુકા પોલીસમાં મનોજભાઈ શૈલેષભાઈ મુંધવા (ઉ.વ.26, રહે. સત્યમ પાર્ક શેરી નં. 1, આજી ડેમ ચોકડી)ની ફરિયાદ બંને આરોપીઓએ તેની રૂૂા.12 લાખની કિંમતની સ્કોપિયો અને અન્યોની મળી કુલ 13 કાર કે જેની કિંમત રૂૂા. 1.13 કરોડ થાય છે.તે ભાડે લઈ ઓળવી લીધી હતી.

Advertisement

જયારે ગાંધીગ્રામ પોલીસમાં ઋષિલ હર્ષદભાઈ અનડકટ (ઉ.વ.ર4, રહે. લક્ષ્મણ ટાઉનશિપ)ની ફરિયાદમાં તેની સ્વીફટ અને અન્યોની મળી રૂૂા.56 લાખની કિંમતની 7 કાર બંને આરોપીઓએ ઓળવી લીધી હતી.બંને આરોપીઓ સામે શરૂૂઆતમાં રૂૂા.ર0 લાખની કિંમતની સ્કોંપિયો ઓળવી લીધાની ફરિયાદ નોંધાયા બાદ બી ડિવીઝન પોલીસ મથકમાં રૂૂા.1.81 કરોડની કિંમતની ર6 કારની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી.આ રીતે બંને આરોપીઓ સામે અત્યાર સુધી 50 કાર ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં પકડાયેલ બિલાલશા સામદાર વિરુદ્ધ રાજકોટ આરપીએસ પોલીસમાં રેલવે પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement