For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢમાં 45 વર્ષીય કામદાર અને હોમગાર્ડ જવાનનો હાર્ટએટેકે ભોગ લીધો

11:59 AM Dec 22, 2023 IST | Sejal barot
થાનગઢમાં 45 વર્ષીય કામદાર અને હોમગાર્ડ જવાનનો હાર્ટએટેકે ભોગ લીધો

થાનગઢમાં કારખાનામાં કામ કરતા એક 45 વર્ષિય હોમગાર્ડ જવાન અને કામદારને એટેક આવતા તેનું મૃત્યુ નિપજ્યું હતું પરિવારજનોએ તબિબની બેદરકારી અને 108ના જડ નિયમ જીવલેણ બન્યાં નો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ થાનગઢનાં હોમગાર્ડ જવાન અને યુરો એન્કર નામનાં કારખાનાનાં કામ કરતા કામદાર એવા 45 વર્ષિય પરમાર ગોવિંદભાઇ કાંતિભાઇ ને કારખાને હાર્ટ એટેકનો હુમલો આવતા તેઓને થાનગઢ હોસ્પિટલ ખાતે કારખાનેદાર સહિતનાં લોકો લઈ આવ્યા હતા જેઓને સામાન્ય સારવાર પ્રાથમિક તબક્કે આપી હાલત ગંભીર હોવાથી મોટી હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરાયેલ પરંતું પરિવાજનોએ તબિબની બેદરકારીનાં આક્ષેપ અને જડ નિયમો નું અનુશાસન વ્યક્તિ માટે ઘાતક અને જીવલેણ સાબિત થાય છે તેમ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું.
મરણજનારનાં નિકટનાં લોકો એ રોષભેર જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાલી કહેવા પુરતી છે કોઇ પુરતો સ્ટાફ નથી અને સાધનોનો અભાવ છે સામાન્ય સારવાર સિવાય અહીં કશું જ નથી ડોક્ટર હાજર હોય તો પણ સારવાર કરતા નથી અને દર્દીની હાલત કરતા જવાબદારો ફોનમાં વ્યસ્ત હોય છે જેનો ભોગ સામાન્ય મજબુર લોકોને બનવું પડે છે હોસ્પિટલનાં તબિબની બેદરકારીનો આક્ષેપ મરણજનારનાં પરિવારજનોએ કર્યો છે.
તેમજ પેસેન્ટ સિરીયસ નાજુક હાલતમાં હોવા છતાં હોસ્પિટલમાં હાજર સરકારની ઇમરજન્સી સેવા 108માં દર્દીને અન્યત્ર ખસેડવા જરૂૂરી હતા હતા જે હોસ્પિટલમાં 108 વાન હાજર હોવા છતા ફરજીયાત ક્ધટ્રોલ કમાન્ડ રૂૂમમાં ઓન લાઈન નોંધણીની ફરજ પડાય હતી જેની પાછળ ખાસ્સો સમય બગડેલ અને માણસ ને સમયે સારવાર માટે પહોચી ન શક્તા પ્રાણ ગુમાવવો પડેલ હતો.
સમગ્ર બનાવમાં આરોગ્ય વિભાગ ની ઉચ્ચ કક્ષાએ તપાસ જરૂૂરી બનેલ છે અને આવા ઇમરજન્સી સમયે જડ નિયમોનાં પાલનનો આગ્રહ નહી પરંતું દર્દી ની ગંભીર ને લક્ષમાં લેવી જોઈએ તેવું મરણજનારનાં પરિવારનું કહેવું છે.
ઝાલાવાડમાં નાની ઉમરે હાર્ટ એટેકનાં હુમલા વધી રહ્યા છે જે પ્રાણઘાતક બની રહ્યા છે તે પણ લોકોમાં ચિંતાનો વિષય બનેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement