For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલાના હિંડોરાણા ગામે 4 ટ્રકમાંથી 440 લિટર ડીઝલ ચોરાયું

12:45 PM Dec 20, 2023 IST | Sejal barot
રાજુલાના હિંડોરાણા ગામે 4 ટ્રકમાંથી 440 લિટર ડીઝલ ચોરાયું

રાજુલાના હીડોરાણા ગામે આવેલ એક ગેરેજમાં પડેલ ચાર ટ્રકો માથી તસ્કરો ડીઝલ લીટર 440ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ થી રાજુલા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
અમરેલી ના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે ડીઝલ ચોરીની ઘટનામા જુનીકાતર ગામ તરફ જવાના રસ્તે આવેલી ચામુંડા બોડી વર્કસ્ નામના ગેરેજમાં રાખેલ ચાર ટ્રકની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી ગત તા.16 અને 17 ડિસેમ્બરની રાત્રે બનેલ હતી.જેમાં તસ્કારો ગેરેજમા પ્રવેશ કરી ને ચારેય ટ્રકની ડીઝલ ટેન્કમાંથી કુલ 440 લિટર ડીઝલ કિમત રૂા. 40480 ની ચોરી કરી હતી. આ ચોરીની ફરિયાદ કાળુભાઈ લખમણભાઈ વાઘે રાજુલા પોલીસમાં નોંધાવી હતી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement