For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાર જર્જરિત બિલ્ડિંગોની 42 દુકાન, એક બેન્ક ખાલી કરવા નોટિસ

03:42 PM Aug 01, 2024 IST | admin
ચાર જર્જરિત બિલ્ડિંગોની 42 દુકાન  એક બેન્ક ખાલી કરવા નોટિસ

ઢેબર રોડ ભૂતખાના ચોક, કેનાલ રોડ અને ઢેબર ચોકની ચાર ઈમારતો ભય જનક જાહેર કરાઈ

Advertisement

મહાનગરપાલિકા દ્વારા પ્રીમોનસુ કામગીરી અંતર્ગત શહેરની જર્જરીત થઈ ગયેલી 500થી વધુ મિલ્કતોને નોટીસ આપી ચોમાસા પહેલા રિપેરીંગ કામ અથવા જરૂર લાગે તો જર્જરીત બાંધકામો તોડી પાડવા સહિતના મુદ્દે નોટીસ આપી છે. છતાં અનેક ઈમારતો આજે પણ રિપેરીંગ થયા વગર મોતના માચડા સમાન ઉભેલી હોવાથી બાંધકામ વિભાગે આજે ઢેબર રોડ, ભૂતખાના ચોક, કેનાલ રોડ અને ઢેબર ચોકમાં આવેલ ચાર બિલ્ડીંગની 42 દુકાન તેમજ એક બેન્ક સહિતના એકમો ખાલી કરવાની નોટીસ આપી સાત દિવસમાં ખાલી કરવામાં ન આવે તો ડિમોલીશન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા જર્જરીત થયેલ ભયજનક ઈમારતો તેમજ મકાનોને નોટીસ આપવાની કાર્યવાહી બે માસથી શરૂ કરવામાં આવી છે. અંદાજે 500થી વધુ એકમોને નોટીસ પાઠવી ભયજનક બાંધકામનું રિપેરીંગ કરવું અથવા ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિ હોય અને દુર્ઘટના સર્જાય તેવા એકમો જાતે તોડી પાડવા સહિતની નોટીસ આપવામા આવી છે. છતાં આજ સુધી અનેક જર્જરીત ઈમારતો ભયજનક હાલતમાં જોવા મળી રહી છે. અને આ ઈમારતોમાં લોકો વસવાટ કરતા હોવાનું તેમજ અમુક કોમર્શીયલ ઈમારતોમાં આવેલી દુકાનો તેમજ ઓફિસોમાં દરરોજ હજારો લોકોની અવર જવર થતી હોય મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો છે. આથી અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય અને આજ સુધી કોઈ જાતની કાર્યવાહી ન થયેલ હોય તેવી ચાર ઈમારતોમાં આવલ તમામ એકમો ખાલી કરવા માટે સાત દિવસની મુદતની ફરી વખત નોટીસ આપવામા આવી છે.

Advertisement

મનપાના બાંધકામ વિભાગ દ્વારા આજે ઢેબર રોડ ઉપર આવેલ ઈમારતની 12 દુકાનો ખાલી કરાવવા તેમજ ભુતખાના ચોકમાં અનિલ સમોસા વાળા બિલ્ડીંગમાં આવેલ નવ દુકાનો તથા કેનાલ રોડ ઉપર લાયબ્રેરી બિલ્ડીંગ અતિભય જનક હોવાથી તેમાં આવેલ 12 દુકાનોને દિવસ સાતમાં ખાલી કરવા માટેની નોટીસ અપાઈ છે. તેવી જ રીતે ઢેબર ચોકમાં આવેલ એનેક્સી બિલ્ડીંગની 9 દુકાનો અને બેંક ઓફ બરોડા બેંક સહિતનાને દિવસ સાતમાં જગ્યા ખાલી કરવાની નોટીસ આપવામા આવી છે. ત્યાર બાદ જો રિપેરીંગ શક્ય હશે તો રિપેરીંગ નહીં તો જર્જરીત ભાગ તોડી પાડવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement