For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલાની માર્કેટમાં 42 કરોડની કેસર કેરી વેચાઇ: 42 દિવસ ચાલેલી સિઝન થઇ પૂર્ણ

11:35 AM Jun 13, 2024 IST | admin
તાલાલાની માર્કેટમાં 42 કરોડની કેસર કેરી વેચાઇ  42 દિવસ ચાલેલી સિઝન થઇ પૂર્ણ
Advertisement

10 કિ.ગ્રા.ના 5,96,700 બોક્સો પૂરી 42 દિવસની સિઝનમાં વેચાણ અને સરેરાશ ભાવ રૂા.700 રહ્યા

વિશ્ર્વ પ્રસિદ્ધ સ્વાદરસિકો સીઝન પહેલા જેના આવવાની કાગડોળે રાહ જોઇ રહ્યા હોય અને વિદાય થાય ત્યારે માયુસ અનુભવતા હોય તેવી ફળોના રાજા કેસર કેરીના ગઢ એવા તાલાલા મેંગો માર્કેટ યાર્ડ આજ સાંજથી કેરી પુરતું બંધ થઇ સમાપન થયું.

Advertisement

તા.1/5થી 11/6 સુધી ચાલેલ આ સમગ્ર સીઝનમાં કુલ 10 કિ.ગ્રા.ના 5,96,700 બોક્સોની વેચાણ આ યાર્ડમાંથી થઇ અને સીઝન 42 દિવસ સુધી ચાલી અને સરેરાશ ભાવ રૂા.700 રહ્યા.

કુલ રૂપિયા 41 કરોડ 90 લાખ અને 60 હજાર રૂપીયાનો કારોબાર થયો તથા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા અને એજન્ટો તથા કેરી સીઝન સાથે સંકળાયેલા મજૂરો, પ્લાસ્ટિક દોરી, એજન્ટો, વેપારીઓ સૌને ઊંચા ભાવ મળ્યા જો કે આ વરસે આગલા વરસોની મુકાબલે કેરી ઓછી આવી પરંતુ ગુણવતા અને મોટું દળદાર ફળ આવ્યું અને વિદેશ નિકાસના ઢાંચાને અનુરૂપ ફળ આવ્યાં અને માપદંડ અનુસાર નિકાસ પણ થયાં.
કેરીના મે-2024માં 4,67,420 બોક્સો ખરીદાયા અને 1જૂનથી 11 જૂન સમાપન સુધી 1,29,280 બોક્સો ખરીદયા.

વર્ષ 2022માં 51 દિવસ સીઝન ચાલી હતી અને 505321 બોક્સો વેચાયાતા. વર્ષ 2023માં તા.18/4થી 19/6/23 63 દિવસ સીઝન ચાલી કુલ બોક્સો 11,13,540 અને સરેરાશ ભાવ રૂપિયા 425 રહ્યો.
માર્કેટ યાર્ડનું સુપેરે સંચાલન સંતોષકારક રીતે યાર્ડ ચેરમેન સંજય શિંગાળા, રમેશભાઇ દાંડ, ગોરધનભાઇ સુપેરે પાર પાડ્યુ.

આજથી કેરીની હરાજી બંધ
ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે તા.11/6 મંગળવારના દિવસે છેલ્લી હરરાજી રાખેલ છે અને 12/6ને બુધવારથી હરરાજી બંધ કરવામાં આવે છે. જેની દરેક ખેડૂતમિત્રોએ નોંધ લેવા તાલાલ માર્કેટ યાર્ડ દ્વારા જાણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement