For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં 8 કલાકમાં 41.53 ટકા વોટિંગ

05:20 PM May 07, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં 8 કલાકમાં 41 53 ટકા વોટિંગ

પોરબંદરમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં માત્ર 37.96 ટકા અને સુરેન્દ્રનગરમાં 40.93 ટકા મતદાન

Advertisement

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાતની 25 બેઠકો ઉપર સરેરાશ 47.03 ટકા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો ઉપર 41.53 ટકા મત પડ્યા

દેશના 10 રાજ્યો અને બે કેન્દ્રસાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો ઉપર આજે ચાલી રહેલ મતદાન સાથે સૌરાષ્ટ્ર-કચ્છની રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને કચ્છની બેઠક ઉપર પણ મતદાન થઈ રહેલ છે. ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં આ આઠ બેઠકો ઉપર સરેરાશ 41.53 મતદાન નોંધાયું હતું.
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાતની 25 બેઠકો ઉપર સરેરાસ 47.03 ટકા મતદાન નોંધાયું છે. તેની સામે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો ઉપર આઠ કલાકમાં 41.53 ટકા મતદાન નોંધાયેલ છે. મતલબ કે, ગુજરાતની સરેરાશ કરતા સૌરાષ્ટ્રમાં 5.50 ટકા મતદાન ઘટ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો અને તેની અસર મતદાન ઉપર દેખાઈ હોવાનું મનાય છે ભૂજમાં આજે 43 ડિગ્રી, અમરેલમાં 40.7, ભાવનગરમાં 42.5 અને સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અમરેલી બેઠક ઉપર સૌથી ઓછું 37.82 ટકા મતદાન નોંધાયું છે. સવારે 7 વાગ્યા સુધી મતદાન શરૂ થયા બાદ પ્રથમ 6 કલાકમાં પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવતા કુતિયાણા અને કેશોદમાં 27 ટકા જેવું જ મતદાન નોંધાયું હતું.

જ્યારે સુરેન્દ્રનગર બેઠક ઉપર પ્રથમ 6 કલાકમાં સૌથી વધુ 41.92 ટકા મતદાન નોંધાયું હતું. તો રાજકોટમાં 36.11 ટકા, જામનગરમાં 34.61 ટકા, ભાવનગરમાં 33.26 ટકા અમરેલીમાં 31.80 ટકા અને કચ્છમાં 34.26 ટકા મતદાન થયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો ઉપર 2019ની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 58.58 ટકા મતદાન થયું હતું આ વખતે ચૂંટણીમાં પણ 60થી 65 ટકા મતદાન થવાનો અંદાજ છે.

ભારે ગરમીના કારણે સવારે સાત વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મતદારોનો ધસારો જણાયો હતો જ્યારે બપોરે બે વાગ્યાથી મતદાન થોડુધીમું પડ્યું હતું.

જૂનાગઢ - 44.47%
કોડીનાર 45.83%
માંગરોળ 45.942%
સોમનાથ 52.76%
તાલાલા 45.87%
ઉના 43.69%
વિસાવદર 34.37%
જૂનાગઢ 43.26%

પોરબંદર-37.96%
ધોરાજી 39.30%
ગોંડલ 39.90%
જેતપુર 38.70%
કેશોદ 32.80%
કુતિયાણા 33.23%
માણાવદર 40.09%
પોરબંદર 41.03%

સુરેન્દ્રનગર-40.93%
ચોટીલા 42.42%
દસાડા 44.27%
ધંધુકા 37.83%
ધ્રાંગધ્રા 39.43%
લીંબડી 38.18%
વિરમગામ 43.61%
વઢવાણ 41.04%

ભાવનગર-40.96%
ભાવનગર પૂર્વ 46.82%
ભાવનગર ગ્રામ્ય 44.41%
ભાવનગર પશ્ર્ચિમ 44.39%
બોટાદ 41.41%
ગઢડા 32.01%
પાલીતાણા 37.66%
તળાજા 39.64%
અમરેલી -37.82%
અમરેલી 37.75%
ધારી 33.46%
ગારિયાધાર 35.72%
લાઠી 38.15%
મહુવા 43.68%
રાજુલા 44.19%
સારકુંડલા 35.05%
કચ્છ -41.18%
અબડાસા 44.41%
અંજાર 40.48%
ભુજ 44.56%
ગાંધિધામ 37.96%
માંડવી 44.76%
મોરબી 44.29%
રાપર 35.42%

Advertisement
Tags :
Advertisement
Advertisement