For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફીમાં 400 ટકાનો વધારો

12:23 PM Jan 04, 2024 IST | Bhumika
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફીમાં 400 ટકાનો વધારો

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફીમાં 400 ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી ચૂંકવવા તૈયાર રહેવું પડશે. આ ઉપરાંત હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવમાં આવતી પરીક્ષાના ફોર્મની ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. આ પહેલા ઉમેદવારો 111 રૂૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ફી ભરી શક્તા હતા.

Advertisement

ગોણ સેવા પસંદગી મંડળે ફીમાં વધારો કરતા હવે સામાન્ય વર્ગના ઉમેદવારને 500 જ્યારે અનામત વર્ગમાં આવતા ઉમેવદવારોએ 400 ફી ભરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.

ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3ને 40,800 રૂૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારની 16 જાન્યુઆરી 2024ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Advertisement

આ ભરતી માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1856ના સેક્શન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાત/હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે. વખતોવખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

પરીક્ષામાં કેટલાક ફેરફાર

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા હતા જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા ખઈચ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement