For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારમાં છરીની અણીએ 40 લાખની લૂંટ

11:30 AM Jun 07, 2024 IST | Bhumika
અંજારમાં છરીની અણીએ 40 લાખની લૂંટ
Advertisement

મોડીરાત્રે બનેલી ઘટનામાં સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ: ચાર બુકાનીધારી દેખાયા: રાજ્યભરની પોલીસને જાણ કરાઇ: નાકાબંધી

ઐતિહાસિક નગર અંજારમાં સતત ધમધમતા એવા પોશ વિસ્તારમાં આવેલા મહાવીર ડેવલોપર્સમાં આજે રાત્રિના સમયે પોલીસના નાક નીચે કોઈ અજાણ્યા ચારથી પાંચ ઇસમ ધસી ગયા હતા અને છરીની અણીએ બે કર્મચારી પાસેથી રોકડ રૂૂપિયા 40 લાખની મત્તા ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારુઓ પલાયન થઈ જતાં ચકચાર મચી ગઇ હતી.આ બનાવના પગલે કાયદાના રક્ષકોમાં જબ્બર દોડધામ થઈ પડી છે.

Advertisement

આ બનાવ ઉપરાંત પૂર્વ કચ્છમાં આજે પણ હુમલો કરી લૂંટના બે બનાવપણ નોંધાયા હતા, જે રીતે લૂંટના બનાવને અંજામ અપાયો સુનિયોજિત કાવતરું હોવાની શક્યતા નકારી શકાતી નથી. વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાત્રિના અરસામાં આ ચર્ચાસ્પદ ઘટના ઘટી હતી. અંજારની મિસ્ત્રી કોલોનીમાં, શાળા નંબર-3ની નજીક આવેલા મહાવીર ડેવલોપર્સના બે કર્મચારી થેલામાં રોકડ રકમ ભરીને ગાડીમાં રાખવા જતા હતા. આ વેળાએ બે મોટરસાઈકલ ઉપર બુકાનીધારી ચારથી પાંચ શખ્સ ધસી ગયા હતા અને છરી બતાવી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી, જેમાં એક કર્મચારી જમીન પર પડી ગયો હતો.

ત્યારબાદ આ ઈસમોએ રોકડ રૂપિયા 40 લાખથી વધુ રકમ તથા સાહિત્ય ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારુઓ પલાયન થઈ ગયા હતા.બનાવને અંજામ અપાયા બાદ બે બાઈક સવાર તુરંત નાસી ગયા હતા અને થેલો ઝૂંટવી બીજી બાઈક ઉપર અન્ય બે શખ્સ પળભરમાં ઓઝલ થઈ ગયા હતાં.

ડેવલોપર્સ પેઢીમાં સનસનીખેજ લૂંટની ઘટનાની જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર તેમજ અંજાર પોલીસનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ પાછળના તથ્યો જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે પોલીસ લાઇન અને પોલીસ મથકના નજીકના અંતરે તેમજ પોશ વિસ્તારમાં બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, રાત્રિના આઠથી સાડા આઠેક વાગ્યાના અરસામાં ડેવલોપર્સ પેઢીના કર્મચારીઓ રોકડ તેમજ અન્ય સાહિત્ય ભરેલો થેલો ગાડીમાં રાખવા જતા હતા. ત્યારે અજાણ્યા ચાર જેટલા શખ્સ થેલો ઝૂંટવી નાશી છૂટયા હતા.

ઘટનાને પગલે પોલીસે એલસીબી એસ.ઓ.જી. સહિતની જુદી-જુદી ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજ સહિતની મદદથી આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓનેઝડપી પાડવા પોલીસે નાકાબંધી સહિતનાં પગલાં લીધાં છે.નોંધનીય છે કે, ટૂંક સમયમાં જ મહાવીર ડેવલોપર્સ દ્વારા લોકોની સેવાર્થે એક મોટી હોસ્પિટલ શરૂ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ટ્રકચાલકને છરી બતાવી રોકડ સહિતની મલમત્તાની લૂંટ ચલાવાઈ હતી તેમજ ભચાઉમાં પણ લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement