For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારમાં ચોરખાનું બનાવી ગોવાથી 629 બોટલ દારૂ લાવતા 4 પકડાયા

05:02 PM May 08, 2024 IST | Bhumika
કારમાં ચોરખાનું બનાવી ગોવાથી 629 બોટલ દારૂ લાવતા 4 પકડાયા
Advertisement

ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરા અને ટીમનો રાજકોટ-જેતપુર હાઈવે ઉપર દરોડો, વિદેશી દારૂ સહિત રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબજે

વીરપુર પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે બુટલેગર અને ત્રણ વેપારીને 629 બોટલ વિદેશી દારૂૂ સાથે પકડી લીધા હતા. જુનાગઢથી ગોવા ફરવા ગયેલ ચારેય શખ્સો ગોવાથી કારમાં ચોર ખાનું બનાવી 629 બોટલ વિદેશી દારૂૂ છુપાવી જુનાગઢ લઇ જતા હતા ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસના હાથે પકડાઈ ગયા હતા. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રાજકોટ-જેતપુર હાઇવે ઉપર વિરપુર નજીક ટોલટેક્ષ પાસેથી નીશાન કંપનીની ટેરેનો કાર નં.જીજે-01-આરજી-1549ને અટકાવી તલાશી લેતા કારમાં ચોર ખાનું બનાવી છુપાવેલ રૂૂ.1.47 લાખની કીમતની 629 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. એલસીબીએ જુનાગઢના બુટલેગર સતીષભાઇ શંશીકાંતભાઇ કયાડા તેમજ વેપારી મીલનભાઇ ખોડાભાઇ પટોળીયા, સોનીકભાઇ ભીમજીભાઇ પોશીયા,નરેન્દ્રભાઇ દેવજીભાઇ ચાંડેગરાની ધરપકડ કરી રૂૂ.4 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પકડાયેલ સતીશ અગાઉ દારૂૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે. અન્ય ત્રણ વેપારી ગોવા સતીસ સાથે ફરવા ગયા બાદ દારૂૂનો જથ્થો કારમાં ચોરખાનું બનાવી છુપાવી લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડની સુચના થી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ બાલ કૃષ્ણભાઇ ત્રિવેદી એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, રાજુભાઇ શાંબળા, નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, અબ્બાસભાઇ ભારમલ,અબ્દુલભાઈ શેખ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement