For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SMCને મજબૂત બનાવવા 4 પી.આઈ. અને 9 પીએસઆઈની નિમણુક

04:55 PM Jun 14, 2024 IST | admin
smcને મજબૂત બનાવવા 4 પી આઈ  અને 9 પીએસઆઈની નિમણુક
Advertisement

સ્થાનિક પોલીસની મંજૂરીથી બેફામ બનેલા ગુનેગારો ઉપર લગામ લગાવવા સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે કાર્યવાહી

ચૂંટણી પૂર્ણ થતાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર જોવા મળ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલને મજબુત બનાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલમાં ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરમાં ફરજ બજાવતા 4 પી.આઈ અને 9 જેટલાં પીએસઆઈ બદલી કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતના જુદાજુદા શહેરો-જિલ્લાઓમાં ચાલતી દારૂૂ, જુગાર, ખનીજ ચોરી, ગેસ કટિંગ, કેમિકલ ચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ક્રાઈમ બ્રાંચ, એલસીબી અને રેન્જ સ્કવોડ કાર્યરત છે. ગુનેગારો સ્થાનિક પોલીસ સાથે મળીને ગેરકાયેદસર પ્રવૃત્તિઓ બિનધાસ્તપણે ના ચલાવે તે માટે રાજ્ય પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ કામગીરી કરે છે. અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજી વિજીલન્સ સ્કવોડ પણ કહેવાતો હતો. કેટલાંક કિસ્સાઓમાં જરૂૂર જણાય તો સ્ટેટ મોનિટરિંગ સેલ તે કેસની તપાસ પોતાના હસ્તક લઈ તપાસ કરી સ્થાનિક પોલીસ અને ગુનેગારો કે બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ પણ કરે છે. સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ મજબુત બનાવવા માટે 4 પી.આઈ અને 9 પીએસઆઈને મુકવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં મોટા પાયે પોલીસ વિભાગમાં બદલીઓ થઈ હતી, ત્યારે ચૂંટણીઓ પૂર્ણ થતાં પોલીસ વિભાગમાંથી ફરી એકવાર બદલીનો દૌર જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત 4 પી.આઈ અને મહિલા ફોજદાર સહીત 9 પીએસઆઈની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement