For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિક્કા પાટિયા પાસે 4 શખ્સો ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયા

12:29 PM May 22, 2024 IST | Bhumika
સિક્કા પાટિયા પાસે 4 શખ્સો ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયા
Advertisement

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે હાઇવે રોડ પરથી એક કારમાં દ્વારકાના ચાર શખ્સો ક્રિકેટનો સટ્ટો રમાડી ચાલુ કારમાં ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે રાતે વોચ ગોઠવી હતી, અને ચાલુ કારમાંથી દ્વારકાના વતની ચારેય શખ્સોને ક્રિકેટનો ડબ્બો ચલાવી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવવા અંગે પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, અને કાર સહિત રૂપિયા 12.33 લાખ ની માલમતા કબજે કરવામાં આવી છે, જ્યારે તેઓની સાથે ક્રિકેટનો સટ્ટો રમનારા અન્ય 16 પન્ટરોને ફરારી જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સિક્કા પાટીયા પાસેથી હાઈવે રોડ પર પસાર થઈ રહેલી ક્રેટા કારમાં કેટલાક શખ્સો આઇપીએલની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબીના પી.આઇ. વી.એમ. લગારિયા અને એલસીબી ની ટીમ દ્વારા સિક્કા પાટીયા પાસે વોચ ગોઠવી હતી.

Advertisement

જે વોચ દરમિયાન જામનગર થી દ્વારકા તરફ જઈ રહેલી એક ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદર બેસીને ચાર શખ્સો પોતાના જુદા જુદા મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર હારજીત નો સટ્ટો રમાડી ક્રિકેટનો ડબ્બો ચલાવી રહેલા મળી આવ્યા હતા.
પોલીસે ચારેય શખ્સોના નામ પૂછતાં તેઓના નામ સિદ્ધાર્થ ભરતભાઈ બથીયા, કિસન વસંતલાલ મીન, હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર અને ઇન્દ્રજીતસિંહ વેરશીભા માણેક અને ચારેય દ્વારકાના વતની હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે ચારેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,100ની રોકડ રકમ, છ નંગ મોબાઈલ ફોન અને ક્રેટા કાર સહિત રૂૂપિયા 12,33,100ની માલમતા કબજે કરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ દ્વારકા- ઓખા- ખંભાળિયા સહિતના જુદા જુદા 16 જેટલા પન્ટરો સાથે ક્રિકેટના સોદાની મોબાઈલ ફોન મારફતે કપાત કરતા હોવાનું કબૂલી લીધું હતું.

તેથી પોલીસ દ્વારા ઠાકુરભાઈ પાર્થિવ, 78 નંબર, સુલતાનભાઈ, પીલુભાઇ, 99 નંબર, ડોન, મોન્ટી, કમલેશભાઈ, રોકીભાઈ, 9 નંબર, ઠાકોરભાઈ, 115 નંબર, 18 નંબર, 7 નંબર, એ.બી., અને ટાઈગર નામ ધારી 16 પન્ટરોને ફરારી જાહેર કરાયા છેઝ તેઓના મોબાઈલ નંબરના આધારે પોલીસ દ્વારા તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement