For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GST લાગુ થયા બાદ ગુજરાતમાં 4 લાખ ધંધા-રોજગાર બંધ

04:27 PM Jul 01, 2024 IST | Bhumika
gst લાગુ થયા બાદ ગુજરાતમાં 4 લાખ ધંધા રોજગાર બંધ
xr:d:DAFS9XaPz6M:50,j:42761641125,t:22120111
Advertisement

વર્ષ 2017ના જુલાઈ મહિનાથી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ થયા બાદ, GSTનો ઉદ્દેશ્ય વેપાર અને વ્યવસાય માટે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો હતો, પરંતુ GST લાગુ થયા બાદ ગુજરાતમાં ઘણા વ્યવસાયો બંધ થઇ ગયા છે. એક અહેવાલ મુજબ GST લાગુ થયા બાદ ગુજરાતમાં લગભગ 4.05 લાખ વ્યવસાયો બંધ થઈ ગયા હતા.

રાજ્યના કોમર્શિયલ કર વિભાગના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 4.05 લાખ GST આઇડેન્ટિફિકેશન નંબરો (GSTIN) રદ કરવામાં આવ્યા છે, આ વ્યવસાયો કાં તો બંધ થઈ ગયા છે અથવા એકીકૃત થઈ ગયા છે. નોંધનીય બાબત તો એ છે કે છેલ્લાં બે વર્ષમાં બંધ થયેલા GSTINની સંખ્યા GST લાગુ થયાના પ્રથમ પાંચ વર્ષમાં બંધ થયેલા GSTIN સંખ્યાના 47% જેટલી છે. નાણાકીય વર્ષ 2022 સુધી, લગભગ 2.75 લાખ કરદાતાઓએ તેમના GSTIN રદ કરાવ્યા હતા.

Advertisement

છેલ્લા સાત વર્ષમાં રદ કરાયેલા GSTIN ની સંખ્યા 4.05 લાખ છે, જે ગુજરાતમાં 11.95 લાખ GST કરદાતાઓની વર્તમાન સંખ્યાના 30% જેટલી છે. જGST અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના મત મુજબ આ ઘટાડો બિઝનેસ બંધ થવા અથવા એકીકરણ, મર્જર અને એક્વિઝિશનને કારણે છે.

અધિકારીના જણાવ્યા મુજબ વ્યવસાયના વિસ્તરણની અપેક્ષાએ લોકો GST માટે નોંધણી કરાવે છે. કેટલાક કિસ્સાઓમાં, વ્યવસાય નથી ચાલતો અને આવી સંસ્થાઓને રિટર્ન ફાઇલ ન કરવા બદલ દંડનો સામનો કરવો પડે છે. પછી ઘણા લોકો તેમના GSTIN બંધ કરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા મર્જર, એક્વિઝિશન અને અન્ય પ્રકારના કોન્સોલિડેશન થયા હતા, જેના કારણે પણ GSTIN સરેન્ડર કરવામાં આવ્યા હતા.
જાણકારોના મત મુજબ બોગસ બિલિંગમાં સામેલ એકમો પર રાજ્યના GST વિભાગ દ્વારા કડક કાર્યવાહીએ ઘણી શેડો કંપનીઓને પણ બંધ કરવાની ફરજ પાડી હતી.

GST લાગુ થયાના સાત વર્ષમાં ગુજરાતમાં 94,761 કરોડનું બોગસ બિલિંગ ટર્નઓવર

જુલાઈ 2017માં નવા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ સાથેના પડકારો ઉભા થયા હતા, આ પડકારો દુર કર્યા બાદ, CT ઓફ ડૂઇંગ બીઝનેસ, રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને ટેક્સ ટાર્ગેટને પહોંચી વળવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, પ્રયસો છતાં મોટાપાયે થતી કરચોરીનો મુદ્દો ઉકેલી શકાયો નથી. એક અહેવાલ મુજબ GSTલાગુ થયાના લગભગ સાત વર્ષ પછી, ગુજરાતમાં રૂૂ. 94,761 કરોડનું બોગસ બિલિંગ ટર્નઓવરમાં નોંધાયું હતું, જેના કારણે રૂૂ. 11,613 કરોડની કરચોરી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2017-18 થી નાણાકીય વર્ષ 2024-25 સુધી રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડીપાર્ટમેન્ટના ડેટામાં ખુલાસો થયો છે. જGSTઅધિકારીઓએ કરચોરીના મોટા કૌભાંડો પાછળના મુખ્ય સૂત્રધારો સહિત 113 આરોપીઓની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોરી કરાયેલી રકમમાંથી માત્ર 5%, આશરે રૂૂ. 550 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એકલા નાણાકીય વર્ષ 2024માં, બોગસ બિલિંગના 2,729 કેસો નોંધાયા હતા, જેમાં ટેક્સને ચોરી કરવા માટે નકલી GSTનોંધણીઓ પણ સામેલ હતી. અહેવાલ મુજબ આવા કેસની સંખ્યામાં 50%નો વધારો થયો છે. અહેવાલ મુજબ ટેક્સના રૂૂા.3,730 કરોડની બચાવવા માટે વર્ષ દરમિયાન રૂૂ. 22,680 કરોડના નકલી બિલિંગ વ્યવહારો કરવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement