For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલસાની ખાણ ધસી પડતા 4 મજૂરોનાં મોત

01:01 PM Jan 25, 2024 IST | Bhumika
કોલસાની ખાણ ધસી પડતા 4 મજૂરોનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામની સીમમાં બનેલી ઘટના, ગેરકાયદે ખાણ હોવાની શંકા, મૃતકની બારોબાર અંતિમવિધિ?

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળીયા ગામે કોલસાની ભેખડ ધસી પડતા ચાર મજુરોના દટાઇ જતા મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાના પગલે સ્થળ પર બચાવ રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મુળી તાલુકાના ખંપાળીયા અને ગઢડા ગામની સીમમાં ચાલતી કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા ઘટનાસ્થળે જ ત્રણ શ્રમિકોના મોત નિપજયા હતા. જયારે જયરાજ મેરા કોળી નામના મજુરનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મૃતકોમાં ત્રણ પુરૂષ અને એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ કોલસાની ખાણ સરા જિલ્લા પંચાયત બેઠકના મહિલા સભ્યના પતિની હોવાનું કહેવાય છે.આ ઘટનાની જાણ થતા મુળીના મામલતદાર, પોલીસ અને ખાણખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક દ્રષ્ટીએ આ ખોદકામ ગેરકાયદેસર હોવાનું જણાવાઇ રહ્યું છે.

Advertisement

એક એવી ચોંકાવનારી વિગત પણ બહાર આવી છે કે, આ ખાણ દુર્ઘટનામાં ઘવાયેલ જયરાજ કોળીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેના બારોબાર અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી.

મૃતક જયરાજ નામના મજુરની સારવાર કયા કરાઇ તથા પીએમ કયા કરાયું કોઇ જાણકારી તંત્ર કે પોલીસ દ્વારા અપાતી નથી. જયરાજના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા છે. જેમાં કોલસાની ખાણમાં ભેખડો ઘસતા મજુરો દટાયા હતા. પોલીસ, મામલતદાર, ખાણખનીજની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે.

જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે. ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવ્યું છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસમાં ચાર યુવકોના આ ખનીજ માફિયાઓએ જાણે જીવ લઈ લીધા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકો મોતને ભેટ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement