For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા પાસે કાર અકસ્માતમાં 4 જાનૈયાના કરુણ મોત: 3ને ગંભીર ઈજા

01:30 PM Dec 07, 2023 IST | admin
ધ્રાંગધ્રા પાસે કાર અકસ્માતમાં 4 જાનૈયાના કરુણ મોત  3ને ગંભીર ઈજા

સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર મોડીરાત્રે એક ગંભીર કાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 જાનૈયાના કરૂણ મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય 3ને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. હળવદનાં ગોલાસણ ગામના આ જાનૈયાઓની કાર મોડીરાત્રે ધ્રાંગધ્રા બાયપાસ ઉપર ડીવાઈડર ઠેકી આઈસર સાથે અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે લગ્ન પ્રસંગમાં કરૂણ આક્રંદ ફેલાઈ જવા પામેલ છે અને લગ્ન ગીતોની જગ્યાએ મરસીયા ગાવા પડે તેવી અતિ કરૂણ સ્થિતિ સર્જાયેલ છે.
આ જીવલેણ અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ, ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર મોડી રાત્રે એક પૂર ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડીવાઈડર ઠેકી સામેથી આવી રહેલા આઈસર ટ્રક સાથે અથડાતાં કારમાં સ્વાર ગોલાસણ ગામના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા અને અન્ય ત્રણને ગંભીર ઈજા થવા પામી હતી.
મળતી માહિતી મુજબ, આ ગમખ્વાર અકસ્માતમાં ગોલાસણ ગામના કિરણ મનુભાઈ સુરેલા (ઉ.18), કરશનભાઈ ભરતભાઈ રાતૈયા (ઉ.23), ઉમેશ જગદીશભાઈ ઉકેડીયા (ઉ.15) તથા કાનજીભાઈ ભુપતભાઈ રાતૈયા (ઉ.18)ના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા તથા અમીતભાઈ જગદીશભાઈ ઉકેડીયા સહિત ત્રણને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
પ્રાથમિક રીતે મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના કુલ 7 યુવાનો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતાં રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે યોજાયેલ એક લગ્ન પ્રસંગમાંથી મોડીરાત્રે પરત ગોલાસણ ગામ ફરી રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા બાયપાસ ઉપર તેમની કાર બેકાબૂ બનતા ડીવાઈડર ઠેકીને સામે આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યારે ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં વધુ એકનું મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 4 થયો હતો.
લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા એક જ ગામના ચાર યુવાનોના મોત નિપજતાં નાના એવા ગોલાસણ ગામમાં હાહાકાર મચી જવા પામેલ છે અને ભારે કરૂણ વાતાવરણ જોવા મળી રહેલ છે. ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં પીએમ સહિતની વિધી કરવા સમયે ગ્રામજનોના ટોળા હોસ્પિટલે ઉમટી પડયા હતાં અને હોસ્પિટલમાં પણ પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે કરૂણ વાતાવરણ જોવા મળ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement