For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના બોર તળાવમાં 4 બાળકીના ડૂબી જવાથી મોત: એકનું સફળ રેસ્ક્યુ

02:16 PM May 21, 2024 IST | Bhumika
ભાવનગરના બોર તળાવમાં 4 બાળકીના ડૂબી જવાથી મોત  એકનું સફળ રેસ્ક્યુ
Advertisement

થોડા દિવસો પહેલા જ નર્મદા નદીમાં ડૂબી એક જ પરિવારના સાત લોકો ડૂબી જતાં તેમનાના મોત નીપજ્યા હતા. ત્યારે હજી તો આ ઘટના ભુલાય નથી ત્યાં ભાવનગરના સિદસરમાં એક કરૂણ ઘટના બની છે. અહીં સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત નિપજ્યાં. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે.

સૂત્રો દ્રારા મળતી વિગતો અનુસાર કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ બાળકીઓ બોર તળાવવામાં ન્હવા માટે પડી હતી. પરંતું પાંચમાંથી ચારેયના ડૂબી જવાથી મોત થયા છે. જો કે એકની જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. કાહ્રેય બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને પણ સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement