For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GILના તત્કાલિન એક્ઝિ.એકાઉન્ટન્ટ સામે 4.7 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો

01:30 PM Jun 22, 2024 IST | admin
gilના તત્કાલિન એક્ઝિ એકાઉન્ટન્ટ સામે 4 7 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો

એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ કંપનીના તત્કાલીન એકઝીકયુટીવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર વિરુદ્ધ રૂૂ. 4.7 કરોડની અપ્રમાણસર મિલકત રાખવા અંગેનો ગુનો નોંધ્યો છે. વર્ષ 2017થી 2022 દરમિયાન રુચિ ભાવસારે પોતાની ફરજ દરમિયાન હાજર હતા. આ સમયમાં તેમણે સત્તાનો દુરુપયોગ કરીને પોતાની સરકારી આવક કરતા 624.43 ટકા વધુની મિલકતો વસાવી હોવાનું એસીબીના ધ્યાને આવ્યું હતું.
એસીબીની વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પોતાના કાર્યકાળ દરમિયાન કાયદેસરની આવક રૂૂ. 65.31 લાખની સામે રૂૂ.4.73 કરોડની સ્થાવર મિલકત પોતાના તથા સંબંધીઓના નામે રોકાણ તેમજ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે એસીબીએ રુચિ ભાવસાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2022ના ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં રૂૂ.40 કરોડની ઉચાપત અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રુચિ ભાવસાર સહિત 10 લોકો સામે નામ જોગ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રૂૂચી ભાવસારને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. તપાસના અંતે 20 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આખરે ગુજરાત હાઈકોર્ટ માંથી રુચિ ભાવસારે આગોતરા જામીન મેળવ્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની કલમનો ઉમેરો થયો હોવાથી એસીબી પણ તપાસમાં જોડાઈ હતી. એસીબીની તપાસમાં રુચિ ભાવસાર વિરુદ્ધ રૂૂ. 4.7કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા સગીરાને ભારે પડી, આ રીતે દુષ્કર્મનો ભોગ બની!
મૂળ મધ્યપ્રદેશના વતની અને ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં રહેતા રુચિ ભાવસાર જીઆઈએલ વિભાગમાં તત્કાલિન એકઝીક્યુટીવ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2022માં રુચિ ભાવસાર અને તેમના સ્ટાફના અન્ય કર્મીઓએ ભેગા મળીને સરકારી ગ્રાન્ટના રૂૂપિયા પોતાના મળતિયા વેન્ડરોને આપીને તેઓને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. મુખ્યત્વે જીઆઈએલ વિભાગનું કામ રાજ્ય સરકારના તાબામાં આવતા સરકારી વિભાગોમાં કોઈપણ ટેકનીકલ ઉપકરણોની ખરીદીથી લઈને તેના મેન્ટેનન્સની જવાબદારી રહેતી હોય છે. ત્યારે રુચિ ભાવસારે બેનામી આવક માંથી ગાંધીનગર સરગાસણમાં બે પેન્ટહાઉસ, કોબામાં 375 ચોરસ વારનો એક પ્લોટ અને ચાર ફોર વ્હીલર વસાવી હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ તમામ મિલકત અને વાહનો ટાંચમાં લેવાની તજવીજ એસીબી દ્વારા હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement