For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

4.33 લાખ કરોડ ડોલર! હોંગકોંગને પછાડી ભારતીય શેરબજાર વિશ્ર્વમાં ચોથા નંબરે

11:25 AM Jan 23, 2024 IST | Bhumika
4 33 લાખ કરોડ ડોલર  હોંગકોંગને પછાડી ભારતીય શેરબજાર વિશ્ર્વમાં ચોથા નંબરે

સેન્સેક્સ-નિફ્ટીમાં શરૂઆતની તેજી બાદ પછડાટ

Advertisement

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે.બ્લૂમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જ પર લિસ્ટેડ શેરોનું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેરબજારનું મૂલ્ય ઘટીને 4.29 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજાર 5 ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જેમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ બે ટ્રિલિયન ડોલર ભારતમાં ઉમેરાયા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આ ઉપરાંત આર્થિક સુધારાએ પણ ભારતને વિશ્વભરના રોકાણકારોનું પ્રિય બનાવ્યું છે. હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય 50.86 ટ્રિલિયન ડોલર છે આ પછી ચીન 8.44 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન 6.36 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

આજે શેરબજારમાં મજબુતી સાથે શરૂઆત થતા ગઈકાલના 71,423ના બંધ સામે સેન્સેક્સ 445 પોઈન્ટ વધીને 71,868 પર ખુલ્યો હતો. બાદમાં 72 હજારની સપાટી કુદાવતા 616 પોઈન્ટ વધીને 72,039ના હાઈ પર પહોંચી ગયો હતો અને બાદમાં થોડોક ઘટાડો આવતા ફરી 71,700ના લેવલ આજુબાજુ ટ્રેડ થયો હતો. ત્યારે નિફ્ટી પણ આજે મજબુતી સાથે શુક્રવારના 21,571ના બંધ સામે આજે 145 પોઈન્ટ વધીને 21,716 પર ખુલી હતી. બાદમાં વધુ તેજી સાથે 21,750ના હાઈ પર પહોંચી હતી.

Advertisement

મુંબઈમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારતમાં વિકાસની ગતિને આગળ વધારવા માટે તમામ બાબતો યોગ્ય છે.સ્ત્રસ્ત્ર ભારતીય શેરોમાં સતત વધારો અને હોંગકોંગમાં ઐતિહાસિક ઘટાડો ભારતને આ સ્થાને લઈ ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement