For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુમાં 72 કલાકમાં ત્રીજો આતંકવાદી હુમલો, કઠુઆમાં 1 જવાન શહીદ

11:29 AM Jun 12, 2024 IST | admin
જમ્મુમાં 72 કલાકમાં ત્રીજો આતંકવાદી હુમલો  કઠુઆમાં 1 જવાન શહીદ
Advertisement

છ જવાન ઘયાલ, કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબારમાં એક આતંકવાદી ઠાર: ‘કાશ્મીર ટાઇગર’ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી

જમ્મુમાં ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકવાદી હુમલો થયો છે, આ પહેલા આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો જેમાં નવ મુસાફરો માર્યા ગયા હતા. ત્યારબાદ કઠુઆમાં આતંકવાદીઓએ એક ઘરમાં ઘુસી ગોળીબાર કર્યો હતો, જેમાં એક નાગરિક ઘાયલ થયો હતો જ્યારે બચાવમાં પહોંચેલા સીઆરપીએફ જવાનોએ વળતો જવાબ આપતા સીઆરપીએફનો એક જવાન સહિદ થયો હતો. આ પછી ડોડામાં પોલીસ બ્લોક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી ‘કાશ્મીર ટાઇગર’ નામના આતંકી સંગઠને સ્વીકારી છે.

Advertisement

જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં આ ત્રીજી આતંકવાદી ઘટના છે. રવિવારે રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ એક બસ પર હુમલો કર્યો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને 41 ઘાયલ થયા હતા. ત્યાર બાદ આજે કઠુઆમાં એક જવાન સહિદ થયો છે.

આ પછી આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના હીરાનગર તહસીલના સોહલે સૈદા ગામમાં ગોળીબાર કર્યો, જેમાં એક નાગરિક ઘાયલ થયો. જો કે આ હુમલામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. અન્ય આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન ચાલુ છે. અહીં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઈછઙઋનો એક જવાન ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જવાનને બચાવી શકાયો નહોતો. સવાર પડતાની સાથે જ ફરી એકવાર અહીં કામગીરી ઝડપી કરવામાં આવી છે. આતંકીઓને શોધવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.

બીજી તરફ ત્રીજો આતંકી હુમલો ડોડામાં થયો હતો. મોડી રાત્રે આતંકીઓએ ડોડાના છત્રગલનમાં નાકા પાર્ટી પર પણ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીને કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ હુમલામાં સેનાના પાંચ જવાનો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છત્રગલન ટોપનો આ વિસ્તાર કઠુઆ જિલ્લા અને ડોડા જિલ્લાના તહસીલ ભદરવાહની સરહદ પર આવેલો છે.

કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારના સૈદા સોહલ ગામમાં મંગળવારે રાત્રે આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસ્યા ત્યારે પોલીસ સાથેની અથડામણમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો. આ દરમિયાન આતંકીઓએ કરેલા ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

સૈદા સોહલ ગામમાં ઈજાગ્રસ્તની ઓળખ ઓમકાર તરીકે થઈ છે. પોલીસે તેને ઘટનાસ્થળેથી ઝડપી લીધો અને હોસ્પિટલ લઈ ગઈ. ઓમકાર સાથે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જઈ રહેલી મહિલા મધુએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેને ગોળી મારી દીધી હતી. ઓમકારને ડાબા હાથમાં ગોળી વાગી છે.

એડીજીપી આનંદ જૈને કહ્યું કે આ હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો વિસ્તાર છે જ્યાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. તેણે એક ઘરમાં જઈને પાણી માંગ્યું, જેના કારણે લોકો ડરી ગયા. જ્યારે પોલીસ તેમની સૂચના પર ઘટનાસ્થળે પહોંચી તો આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો. બીજો આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલો છે અને તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મંગળવારે મોડી રાત્રે, આતંકવાદીઓએ સેના અને પોલીસના સંયુક્ત બ્લોકને નિશાન બનાવ્યું અને કઠુઆ-ભદરવાહ સરહદ પર ડોડા જિલ્લાના છત્રગલાનમાં ગોળીબાર કર્યો. જોકે કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીને કારણે એન્કાઉન્ટર શરૂૂ થયું હતું. એડીજીપીએ કહ્યું કે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.

ફાયરિંગ સ્થળથી થોડે દૂર બુદત્તી દેવસ્થાનમાં કથા સાંભળવા આવેલા 13 લોકો ફસાયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ છે. દરેક વ્યક્તિ એક રૂમમાં બંધ છે. દરેક વ્યક્તિ પરિવારની સુરક્ષાની માંગ કરી રહી છે.
બોક્સ………

Advertisement
Tags :
Advertisement
Advertisement