સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, પીટીસી કોલેજોમાં 35 દિવસનું વેકેશન

12:47 PM Apr 17, 2024 IST | Bhumika
Advertisement

નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગરના પરિપત્ર મુજબ, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં 35 દીવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

પરિપત્ર મુજબ ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.
પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.

પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.

Tags :
gujaratgujarat newsprimary-secondary schools vacationVacation
Advertisement
Next Article
Advertisement