For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજમાર્ગો પર નડતરરૂપ 33 રેંકડી-કેબિન અને 103 બોર્ડ-બેનરો જપ્ત

05:19 PM Jul 02, 2024 IST | Bhumika
રાજમાર્ગો પર નડતરરૂપ 33 રેંકડી કેબિન અને 103 બોર્ડ બેનરો જપ્ત
Advertisement

મનપાની દબાણ હટાવ શાખા દ્વારા કામગીરી: રૂા. 43,000 વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.23/06/2024 થી 30/06/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Advertisement

જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 33 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક ,અર્ટીકા, રવિરત્ન પાર્ક,માધાપર ચોકડી, જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 134 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 173 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક,રૈયા રોડ, નંદનવન,મવડી વિસ્તાર,મટકી ચોક, સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.27,525/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.43,000/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ , સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ પરથી 103 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે

Advertisement
Tags :
Advertisement
Advertisement