For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન-ચીન બોર્ડર પર 3000 મિસાઇલો તૈનાત થશે

11:20 AM Apr 22, 2024 IST | Bhumika
પાકિસ્તાન ચીન બોર્ડર પર 3000 મિસાઇલો તૈનાત થશે
  • સ્વદેશી મિસાઇલો શોલ્ડર લોન્ચરથી ફાયર કરવામાં સક્ષમ હશે

ભારત ચીન-પાકિસ્તાન સરહદને વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત બંને દેશોની સરહદો પર 3000 મિસાઈલો તૈનાત કરવાની યોજના છે. આ મિસાઈલોને શોલ્ડર ફાયર મિસાઈલ લોન્ચરથી ફાયર કરી શકાય છે. આ મિસાઇલોને 6800 કરોડ રૂૂપિયાના પ્રોજેક્ટમાં દેશમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORAD) નામ આપવામાં આવ્યું છે.

Advertisement

યોજના અનુસાર સેના 500 લોન્ચર અને લગભગ 3000 મિસાઈલ ખરીદવાની યોજના બનાવી રહી છે. આ દેશમાં જ બનાવવામાં આવશે. આટલું જ નહીં, આર્મી અન્ય હિતધારકો સાથે મળીને જૂના ટેન્ડરને રદ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે. જૂની ઇગ્લા-1એમ મિસાઇલોને બદલવામાં વિલંબને ધ્યાનમાં રાખીને, રશિયન ઇગ્લા-એસ પસંદ કરવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, આર્મી અને એરફોર્સમાં હાલની VSHORAD મિસાઇલોમાં ઇન્ફ્રારેડ (હછ) હોમિંગ ગાઇડન્સ સિસ્ટમ છે. ઈંલહફ-1ખ VSHORADમિસાઇલ સિસ્ટમ 1989 માં સામેલ કરવામાં આવી હતી. તેને 2013 માં ડી-ઇન્ડક્શન માટે આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે હાલમાં હૈદરાબાદની જાહેર ક્ષેત્રની કંપની અને પૂણેની ખાનગી ક્ષેત્રની કંપની લેસર બીમ વડે VSHORAD બનાવી રહી છે. આને સરહદ પર તૈનાત કરવામાં આવશે, જેથી દુશ્મનના ડ્રોન, ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને નષ્ટ કરી શકાય. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે VSHORAD મિસાઈલોએ યુક્રેન-રશિયા યુદ્ધમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement