For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોર્ન વગાડવા બાબતે માથાકૂટ કરી 3 યુવાનો ઉપર પાંચ શખ્સોનો હુમલો: બંદૂક બતાવી ધમકી આપ્યાનો આક્ષેપ

04:29 PM Apr 23, 2024 IST | Bhumika
હોર્ન વગાડવા બાબતે માથાકૂટ કરી 3 યુવાનો ઉપર પાંચ શખ્સોનો હુમલો  બંદૂક બતાવી ધમકી આપ્યાનો આક્ષેપ

શહેરના કાલાવડ રોડ પર હોર્ન વગાડવા બાબતે માથાકૂટ થતા કેકેવી ચોક પાસે 3 યુવાનો ઉ5ર પાંચ શખ્સોએ હુમલો કરી ઓફીસમાં લઇ જઇ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર મારી બંદુક જેવું હથિયાર બતાવી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે આરએમસી કર્વાટરમાં રહેતા હિમાંશુ મુકેશભાઇ મુલીયા (ઉ.વ.22)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા પાંચ શખ્સો હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે તે તેના મિત્ર કરણ વાઘેલા સાથે બાઇક લઇ કાલાવડ રોડ પર જતો હતો. ત્યારે પાછળથી ત્રણ સવારીમાં આવતો બાઇક ચાલક જોર-જોરથી હોર્ન વગાડતો હોય જેથી તેને આગળ જવા દીધા બાદ પોતે હોર્ન વગાડતા કેકેવી ચોકથી ઇન્દીરા સર્કલ તરફ જતાં તેણે બાઇક ઉભુ રાખી ગયો આપી ઝઘડો કરતાં મિત્ર કરણ ભાગી ગયો હતો બાદમાં તેણે મિત્ર અનિલ અરજણભાઇ વેઘરા અને શૈલેષ જીતુભાઇ વાજાને બોલાવતા બંને આવી ગયા હતા.

બાદમાં અન્ય બે શખ્સો ઘસી આવ્યા હતા અને પાંચેય શખ્સોએ મારામારી કરી ત્રણેય મિત્રોને ત્યાં આવેલી ઉદય ઓટો ક્ધસલન્ટ નામની ઓફીસે લઇ જઇ લાકડાના ધોકા વડે માર મારી ત્રણેયને જ્ઞાતિ પૂછતા દલિત હોવાનું જણાવતા ‘તમે કાકી સામે આવ્યા છો’ તેમ કહી જ્ઞાતી સત્યે હડધુત કરી બંદુક જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હુમલામાં ઘવાયેલા ત્રણેય મિત્રોને સારવારમાં ખસેડી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement