For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-નેપાળ બોર્ડર પરથી 3 આતંકીઓની ધરપકડ, ATSની પૂછપરછમાં થયાં ચોંકાવનારાં ખુલાસો

10:18 AM Apr 05, 2024 IST | Bhumika
ભારત નેપાળ બોર્ડર પરથી 3 આતંકીઓની ધરપકડ  atsની પૂછપરછમાં થયાં ચોંકાવનારાં ખુલાસો

Advertisement

ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે, ઉત્તર પ્રદેશ ATSએ બે પાકિસ્તાની નાગરિકો સહિત ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ATSને મળેલા ઈનપૂટ મુજબ આ લોકો પાકિસ્તાની એજન્સી ISIની મદદથી ભારતમાં આતંકી ગતિવિધિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ત્રણેયની ભારત-નેપાળ બોર્ડર પાસે ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

UP ATSએ સનૌલી ભારત-નેપાળ બોર્ડર પરથી 3 આતંકીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદીઓમાંથી 2 પાકિસ્તાની અને એક કાશ્મીરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ATS દ્વારા ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ મોહમ્મદ અલ્તાફ અને સૈયદ ગઝનફર છે. તેની સાથે કાશ્મીર સાથે સંબંધ ધરાવતા આતંકવાદી નાસિર અલીની પણ ધરપકડ કરવામાં આવી છે. UP ATSએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અલ્તાફે હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે. જ્યારે ATSએ આ ત્રણેયને પકડ્યા ત્યારે તેઓએ પોતાને ભારતીય તરીકે બતાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.આ ત્રણેય આતંકવાદીઓએ નકલી આધાર કાર્ડ દ્વારા પોતાને ભારતીય સાબિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, જ્યારે તેમના સામાનની તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી પાકિસ્તાની ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફ્લાઈટ ટિકિટ પણ મળી આવી હતી. સમગ્ર મામલે UP ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement