For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા… ડોડામાં 6 જવાન ઘાયલ, કઠુઆમાં એક આતંકી ઠાર

09:36 AM Jun 12, 2024 IST | admin
જમ્મુ કાશ્મીરમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા… ડોડામાં 6 જવાન ઘાયલ  કઠુઆમાં એક આતંકી ઠાર
Advertisement

આતંકવાદીઓ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માંગે છે, જેની યોજનાને સુરક્ષા જવાનો નિષ્ફળ બનાવી રહ્યા છે. કઠુઆના હીરાનગર સેક્ટરમાં સુરક્ષાદળો સંપૂર્ણ રીતે તૈયાર છે. ગામલોકોએ માહિતી આપી હતી કે કેટલાક આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા છે અને તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. માહિતી બાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને એક આતંકીને ઠાર કર્યો. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી થયેલા ગોળીબારમાં એક નાગરિકને પણ ગોળી વાગી હતી. આ પછી, આતંકવાદીઓએ ડોડા વિસ્તારમાં પણ પોતાનો ખતરો દર્શાવ્યો છે, જ્યાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 48 કલાકમાં આતંકીઓએ ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે. કહેવાય છે કે ડોડાના છત્તરગલ્લામાં પોલીસ બ્લોકને પણ નિશાન બનાવવામાં આવી હતી. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને ચોકીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી. આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને છુપાઈ ગયા છે. તેમની શોધખોળ પણ ચાલુ છે. આતંકવાદીઓના ગોળીબારમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભદરવાહ સ્થિત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ સૈનિકો અને એક એસપીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે SDH ભદરવાહ લાવવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement