સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

લીંબડી નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સામે 3.31 કરોડની અપ્રમાણસર મિલકતનો નોંધાતો ગુનો

12:03 PM Jul 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર વધી ગયો છે. સરકારી બાબુઓ પોતાની ફરજનો દુરઉપયોગ કરી ભ્રષ્ટ નીતિથી મિલ્કતો એકઠી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના આદેશથી આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ શરૂ કરેલી તપાસમાં તાજેતરમાં જ રાજકોટમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી કરોડોની અપ્રમાણસર મિલ્કત મળી આવ્યા બાદ લીમડી માર્ગ અને મકાન વિભાગના નિવૃત કાર્યપાલક ઈજનેર પાસેથી 3.31 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવતા તેની સામે એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અગાઉ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ યશવંતરાય ધોળકિયાએ પોતાની રાજ્યસેવકની ફરજ દરમિયાન ભ્રષ્ટ નીતિથી ગેરકાયદેસર મિલ્કતો એકઠી કરી હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરી હતી.

લીંબડી નાયબ કાર્યપાલ ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ યશવંતરાય ધોળકિયાની તપાસ કરતા તેની પાસેથી કાયદેસરની આવક 4.97.12.232ના બદલે તેની પાસેથી 3.31.09.254ની વધુ મિલ્કતો મળી આવી હતી. આમ પગાર કરતા તેની આવક 66.60 ટકા વધુ મળી આવી હતી.

નાયબ કાર્યપાલક ઈજનેરના પગારનો હિસાબ મેળવી તેના ખાતા સહિતની તપાસ કરતા તેના અને તેના પરિવારના નામે વધુ મિલ્કત મળી આવતા નાયબ કાર્યપાલક ઈજનેર સામે એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 13 (1) (ઈ), 13(2) તેમજ કલમ 13 (એ) (બી) અને 13 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ સુરેન્દ્રનગર એસીપીના પીઆઈ એમ.ડી. પટેલ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Tags :
executive engineergujaratgujarat newsLimbadiLimbadi news
Advertisement
Next Article
Advertisement