For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં વિદેશી દારૂની 2795 અને 432 બિયરના ટીન ઝડપાયા

12:00 PM Jun 11, 2024 IST | admin
ભાવનગરમાં વિદેશી દારૂની 2795 અને 432 બિયરના ટીન ઝડપાયા
Advertisement

રૂા.4.76 લાખના મુદ્ામાલ સાથે પોલીસે એકની અટકાયત કરી

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે અજયભાઇ મોહનભાઇ ચૌહાણ રહે.પ્લોટ નં.46/બી,શેરી નં.2, રજપૂતવાડા,સુભાષનગર,ભાવનગરવાળો તેના કબ્જા ભોગવટાની ઓરડીમાં ઇંગ્લીશ દારૂૂનો જથ્થો બહારથી લાવી વેંચાણ કરે છે અને હાલ આ ઈંગ્લીશ દારૂૂનો જથ્થો સગેવગે કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો હતો.

Advertisement

પોલીસે સરફરાજ ઉર્ફે નનકો ઉર્ફે મુંગો રફીકભાઇ સૈયદ ઉ.વ.18 રહે.પ્લોટ નં.46/એફ, શેરી નં.2, 50-વારીયા, શંકર મંદીર પાછળ, સુભાષનગર, ભાવનગર ને ઝડપી લીધો હતો. જ્યારે કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી રહે.શેરી નં.2, રજુપતવાડા, સુભાષનગર, હીરેનભાઇ ગોબરભાઇ ઢાપા રહે.શેરી નં.2,રજુપતવાડા,સુભાષનગર, શૈલેષભાઇ ઉર્ફે સન્ની રમેશભાઇ જાદવ રહે.મુખ્યમંત્રી આવવાસ,ભરતનગર તથા અફઝલભાઇ અસલમભાઇ પઢીયાર રહે.શિહોર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે ઇંગ્લીશ દારૂૂની અલગદઅલગ કંપની સીલપેક નાની-મોટી બોટલ નંગ-2795 કિ.રૂૂ.3,58,677/-, બીયર ટીન નંગ-432 કિ.રૂૂ.54,000/-, દેશી દારૂૂની બોટલ નંગ-89 કિ.રૂૂ.4005/-, પ્લાસ્ટીકનો કાગળ , મોબાઇલ નંગ-1 કિ.રૂૂ.10,000/-, એકસેસ સ્કુટર રજી.નં. GJ-04-EC-1574 કિ.રૂૂ.50,000/-મળી કુલ કિ.રૂૂ.4,76,682/-નો મુદ્દામાલ કબજે કરેલ છે. દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. આર.એ.વાઢેર, વી.વી.ધ્રાંગુ તથા અરવિંદભાઇ મકવાણા, ભૈપાલસિંહ ચુડાસમા, ઘનશ્યામભાઇ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, અલ્ફાઝભાઇ વોરા, લગ્ધીરસિંહ ગોહિલ, બળદેવભાઇ મકવાણા, સંજયસિંહ ઝાલા, સત્યજીતસિંહ ચુડાસમા, મજીદભાઇ શમા જોડાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement