For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાર બંધકોને બચાવવા ઇઝરાયલના હુમલામાં 274 પેલેસ્ટિયનોનાં મોત

11:17 AM Jun 10, 2024 IST | admin
ચાર બંધકોને બચાવવા ઇઝરાયલના હુમલામાં 274 પેલેસ્ટિયનોનાં મોત
Advertisement

700થી વધુ ધવાયા, ઇઝરાયલના એક લશ્કરી અધિકારીનું પણ મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસના તાબામાં રહેલા ચાર બંધકોેને બચાવવા ઈઝરાયેલના હુમલા દરમ્યાન ઓછામાં ઓછા 274 પેલેસ્ટિયનોના મોત થયા હતા જ્યારે સાતસોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયેલના લશ્કરે આપેલી જાણકારી મુજબ ગાઝામાં ઊંડે સુધી દિવસ દરમ્યાન કરાયેલા હુમલામાં તેણે ભારે ગોળીબારીનો સામનો કરવો પડયો હતો. ઈઝરાયેલમાં ચાર બંધકોની મુક્તિની ભારે ઉજવણી કરવામાં આવી હતી. ફેબુ્રઆરીમાં બે બંધકો બચાવવા કરાયેલા હુમલા દરમ્યાન લગભગ 74 પેલેસ્ટિયનો માર્યા ગયા હતા. બચાવ કામગીરીમાં ઈઝરાયેલના એક લશ્કરી અધિકારીનું પણ મોત થયું હતું.

Advertisement

બંધકોને બચાવવાના હેતુથી નુસરત નિરાશ્રીત કેમ્પ પર કરાયેલી તાજેતરની કાર્યવાહી 7 ઓક્ટોબર પછી ગાઝા પર કરાયેલો સૌથી ભીષણ હુમલો હતો. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલામાં આશરે 1,200 લોકોના મોત થયા હતા જ્યારે લગભગ 250 જેટલા લોકોને બંધક બનાવાયા હતા. ત્યાર પછી ઈઝરાયેલના હુમલામાં 36 હજારથી વધુ પેલેસ્ટિયનોના મોત થયા છે.

બંધકો નોઆ આર્ગામની (26), એલમોગ મેર જેન (22), એન્ડ્રે કોઝલોવ (27) અને શ્ર્લોમી ઝીવ (41)ને ભારે ગોળીબારી વચ્ચે બચાવી લેવાયા હતા. આર્ગામનીના અપહરણનો વીડિયો ભારે વાયરલ થયો હતો. તેને સંગીત જલસામાંથી ઉપાડી જવામાં આવી હતી. તેની મુક્તિ પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે જ્યાં તેની માતાની પણ સારવાર થઈ રહી છે.

ઈઝરાયેલની કામગીરીની ટીકા સામે તેના વિદેશ મંત્રાલયે ઉગ્ર પ્રતિસાદ આપતા કહ્યું કે હજી અમારા નાગરિકો પર હમાસનું જોખમ તોળાય રહ્યું છે. માત્ર ઈઝરાયેલના શત્રુઓ જ હમાસ અને તેના સહયોગીઓને થયેલા નુકસાનનો અફસાસ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement